ભુજ, તા. 15 : મુંદરાના ભોપાવાંઢ પાસે અદાણી
સોલાર પ્લાન્ટ કંપનીમાંથી ચાંદીની પેસ્ટવાળા 75 કિલો ટીસ્યૂ પેપર કિં.રૂા. 26.25 લાખની ચોરી કરીને નીકળેલા આઇસર ટેમ્પો અને ઇનોવા સાથે છ શખ્સને
ઝડપી આ ચોરીને પૂર્ણ અંજામ અપાય તે પહેલાં જ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ
અંગે મુંદરાના પી.એસ.આઇ. નરેન્દ્રભાઇ પી. ગોસ્વામીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું
કે, ગઇકાલે અદાણી સોલાર કંપનીમાં આવેલી એમએસટીબીએલ
બિલ્ડિંગના ચોથા માળેથી ચાંદીની પેસ્ટવાળા ટીસ્યૂ પેપર જેની એક કિલોની કિં.રૂા. 35,000 એવા 75 કિલો ટીસ્યૂ પેપર જેની કુલ્લ કિં.રૂા. 26,25,000ની ચોરી કરી ટેમ્પોમાં ભરી
ચોરી કરી શખ્સો લઇ જાય છે તેવું ત્યાંના સિક્યોરિટી ગાર્ડના ધ્યાને આવતાં પોલીસને જાણ
કરાઇ હતી. આથી ચોરીનો માલ સંકુલથી બહાર નીકળે તે પહેલાં જ ઘટના સ્થળે મુંદરા પોલીસ
ધસી ગઇ હતી અને આરોપીઓને આઇસર ટેમ્પોમાં ભરેલા 26.25 લાખના ટીસ્યૂ પેપર અને
એક ઇનોવા સાથે છ આરોપીને રંગેહાથ ઝડપી લીધા હતા. મુંદરા પોલીસ મથકે આ ચોરીમાં આઇસરમાંના
મહેબૂબ ઇશાક ભટ્ટી (નલિયા), દિનેશ હમીર
કોલી (બોરાણા, તા. મુંદરા) અને પરેશ ફુલાભાઇ સિસોદિયા (પાલનપુર-બનાસકાં)ને
જ્યારે ઇનોવાના આરોપી મીત જોશી, દલસુખભાઇ અને ગજેન્દ્ર ચૂડાસમા
સામે ચોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.