• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

ખનિજ સ્ક્વોડની વધુ એક તડાપીટ : 1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત

મુંદરા, તા. 25 : ખનિજચોરીની જ્યાંથી વધુ વ્યાપક ફરિયાદો ઊઠે છે, એવા મુંદરા અને અબડાસા તાલુકામાં ખાસ સ્ક્વોડ દ્વારા ગઈકાલ બાદ વધુ એક ધાક બેસાડતી કાર્યવાહી આજે કરાઈ હતી. આ બંને કાર્યવાહીમાં  કુલ ત્રણ ડમ્પર અને એક એસ્કેવેટર મશીન પકડવા સાથે કુલ 1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ કચ્છ કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ-કચ્છની તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુજબ બુધવારે મુંદરા તાલુકાના બોરાણા ખાતે આવેલા નદી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરતાં સાદી રેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં બે ડમ્પર અને એક એસ્કેવેટર મશીન પકડવામાં આવ્યા હતા, જે ત્રણ વાહનને સીઝ કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે, જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે. વધુમાં, નલિયા ખાતે મામલતદાર કચેરી, મેઈન રોડ પાસેથી સાદી રેતી ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતું એક ડમ્પર પકડવામાં આવ્યું હતું, જેને નલિયા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. આમ, આજે ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ ટીમ દ્વારા કુલ 1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  

Panchang

dd