ગાંધીધામ, તા. 13 : સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ
ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર રીતે ઈજાગસ્ત ઓમરામ શિવરામ (ઉ.વ. 39)નું મૃત્યુ થયું હતું. જૂના
કટારિયા સીમમાં સુમંગલમ કંપની પાસે ગઈકાલે સવારે આઠ વાગ્યાના અરસામાં અકસ્માતનો
આ બનાવ બન્યો હતો. પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ઉત્તરાખંડના ઓમરામ શિવરામને હડફેટે લીધા હતા, જેમાં તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને
સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. આ અંગે કિશોરભાઈ રાયમલભાઈ
કોળી (રાવતાણી)ની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.