• ગુરુવાર, 01 મે, 2025

અવસાન નોંધ

ભુજ : નિર્મલાબેન પરમાર તે ભવાનજી શિવજી પરમારના પત્ની, દીપક, રૂપેશના માતા, દીપાલી દીપક પરમાર, માધુરી રૂપેશ પરમારના સાસુ, વત્સલ, ઋષિકાના દાદી, ગં.સ્વ. સુશીલાબેન ગાવિંદજી પરમારના દેરાણી, જયંતીલાલ, રમેશ શિવજી પરમાર, સ્વ. મધુલતા કાંતિલાલ ચૌહાણ, સ્વ. દમયંતીબેન રમેશ ચાવડાના ભાભી, મધુબેન જયંતીલાલ પરમાર, રમાબેન રમેશ પરમારના  જેઠાણી, જિતેન્દ્રભાઈ, સ્વ. બળવંતરાય, સ્વ. દિલીપભાઈ, નરેન્દ્રભાઈ મગનલાલ ઝાલા, સ્વ. રંજનબેન વસંતલાલ જણસારી, પ્રભાબેન કીર્તિકુમાર ચૂડાસમાના બહેન તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-4-2025ના સાંજે 5થી 6 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ સણોસરાના રબારી વિરમ હભી (ઉ.વ. 46) તે ભચીબેન હભી રવાના પુત્ર, હમીર, લાછુબેન હીરા સીવાડિયા (ગડા)ના ભાઈ, હરખુબેન દેવા પરમાર (મેઘપર)ના ભત્રીજા, માંડા હીરા ખાંભલ્યા (મેઘપર)ના દોહિત્ર, રામુ તથા રામાના કાકા તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી ત્રણ દિવસ નિવાસસ્થાન કોમર્સ કોલેજ પાછળ, ગણેશનગર, ભુજ ખાતે.

ભુજ : આરબ રસીદ અલીભાઇ (ઉ.વ. 59) (ચાંદ સાઇકલવાળા) તે અનીશના પિતા, મ. અમીન, મ. રહીમ અને હમીદના ભાઇ તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-4-2025ના ગુરુવારે સવારે 10થી 11 જ્યેષ્ઠાનગર માંજોઠી જમાતખાના ખાતે. 

ગાંધીધામ : માધવદાસ વાસુમલ ધનવાણી (ઉ.વ. 81) (રેલવે ઈલેક્ટ્રિકલ ફીટર) તે પુરીબેનના પતિ, રામભાઈ, નંદુભાઈ, સુરેશભાઈના પિતા, આશાબેન, દીપાબેન, ચંદ્રાબેનના સસરા, પ્રકાશ, દીપક, ઉમેશ, પૂનમ, નીલમ, વિનય અને મહેકના દાદા તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું (પ્રાર્થનાસભા) તા. 9-4-2025ના બુધવારે સાંજે 6થી 6.30 મા આશાપુરા માતાજી  મંદિર, ભારતનગર, ગોપાલપુરી ખાતે.

આદિપુર : મૂળ શિરાચા (તા. મુંદરા)ના હીરાગર ઝવેરગર ગુંસાઇ (ઉ.વ. 61) તે હરીગર, બાબુગર, શંભુગર, ભીમગર, સવિતાબેન, કમળાબેનના ભાઇ, શાંતાબેનના પતિ, રમેશગર, રાજેશગર, હરેશગરના પિતા, રામગર, દામોદરગર, દિનેશગર, હિતેશગર, ઉમેશગર, કિશનગર, જિગર, નક્ષ, ચતુરગર, દિનેશગર, રૂદ્રગરના મોટા બાપા, મયુરીબેનના મામા, હરિગર જેઠીગરના જમાઇ તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-4-2025ના ગુરુવારે 3થી 4 દશનામ ગોસ્વામી સમાજવાડીમાં બસ સ્ટેશનની સામે આદિપુર ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ. દમયંતીબેન પંડયા (ઉ.વ. 74) તે સ્વ. વાસુદેવ પ્રિતમલાલ પંડયાના પત્ની, યોગેશ (પપુ)ના માતા, શાંતાબેન પ્રિતમલાલ પંડયાના પુત્રવધૂ, સ્વ. રતનબેન રતિલાલ ખીમજી ઉપાધ્યાયના પુત્રી, સ્વ. કિશનકાંત, કંચનબેન, મંજુલાબેનના ભાભી, સ્વ. નૌતમલાલ, ભરત, નવીન, મુકેશ, મહેશ ઉપાધ્યાય, સ્વ. ધીરજબેન, અન્નપૂર્ણા, માયાબેનના મોટા બહેન તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-4-2025ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

નખત્રાણા : સામજી રતિલાલ કોલી (ઉ.વ. 25) તે એભલા અમરતલાલના પૌત્ર, રતિલાલ એભલાના પુત્ર, મુકેશ, માયા, વર્ષા, દમિતાના ભાઇ, વિદ્યા, વિરાટ, દીપેશના પિતા તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ગૌશાળા રોડ, ટોકિઝ ફળિયા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ લોડાઇના કારુભાઇ વસ્તાભાઇ સુથાર (ઉ.વ. 75) તે સ્વ. મણિબેનના પતિ, મીઠીબેન, રમીલાબેન, હંસાબેન, હિનાબેન, રમેશભાઇના પિતા, સુમિત, મહેકના દાદા, સ્વ. ભગુભાઇ, સ્વ. ગોપાલભાઇ, જીવીબેનના ભાઇ, શીલાબેનના સસરા તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નરનારાયણદેવ નગર, નવાવાસ, માધાપર ખાતે.

ભારાસર (તા. ભુજ) : રામબાઇ કરશન વરસાણી (ઉ.વ. 87) તે કરશન કાનજી વરસાણીના પત્ની, શિવજી વેલજી હીરાણી અને અમરબાઇના પુત્રી, લાલજી, રામજી, વિશ્રામ, નાનબાઇના બહેન, રસીક, રમેશ, નવીન, હીરબાઇ, પ્રેમિલા, પ્રભા, સ્વ. રતનબેનના માતા તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-4-2025ના સ્વામિનારાયણ મંદિર ભારાસર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ચૌહાણ વેલજીભાઇ ભચુ સુથાર (ઉ.વ. 85) તે સ્વ. પરમાબેનના પતિ, ધીરજલાલના ભાઇ, કાંતિલાલ, ભગવાનજીભાઇ, પ્રવીણભાઇ, વિનોદભાઇ, મણિબેનના  પિતા, લાલજીભાઇના સસરા, જગદીશભાઇ, ચંદુભાઇ, વનિતાબેનના મોટા બાપા, મહેશ, પ્રફુલ્લ, નીતિન, વૈશાલી, કોમલ, જાગૃતિ, રવિના દાદા, જય, શિવાની, હેત્વી, માધવીના મોટા દાદા, રિયા, દિયા, હેત્સી, કાવ્ય, હિતાંશના પરદાદા, સ્વ. ધનજી અરજણ ચાવડા (નિરોણા)ના જમાઇ તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પાસે સુથાર સમાજવાડી, જૂનાવાસ માનકૂવા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : ખુશાલ રામસંગજી સોલંકી (ઉ.વ. 22) તે ચાપાબેન હીરાલાલ સોલંકીના પૌત્ર, સ્વ. લક્ષ્મીબેન રામસંગજી સોલંકીના પુત્ર, રતિલાલ, મગનલાલના ભત્રીજા, નૂતન, કુંજલ, મિત્તલ, સુનીલ, નીતિન, સંતોષ, પ્રકાશના ભાઈ, નાનીબા કાનજી સમાના દોહિત્ર તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-4-2025ના નિવાસસ્થાને મોટા આસંબિયા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : મૂળ કોઠારાના માણેકજી મૂરજી લોડાયા ઉર્ફે લઘુભાઈ શાહ (ઉ.વ. 80) તે સ્વ. ખેતબાઈ મૂરજી લોડાયાના પુત્ર, આશાબેનના પતિ, લક્ષ્મીચંદ, જવેરચંદ, લીલાવતીબેન લક્ષ્મીચંદ સોની (સાંયરા), સુશીલાબેન રીખવચંદ દોશી (આણંદ)ના ભાઈ, અશોક અને શૈલેશના પિતા, સુનિતાબેન, રીનાબેનના સસરા, યશ, સંજય, અમિત, તેજસના દાદા તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2025ના શુક્રવારે સાંજે 4થી 5 જૈન મહાજનવાડી, બસ સ્ટેન્ડ પાસે, ગઢશીશા ખાતે.

શેરડી (તા. માંડવી) : સંઘાર માકબાઈ (ઉ.વ. 90) તે સ્વ. જેઠા લધા જલાઈના પત્ની, દેવા, સ્વ. દેશર, લક્ષ્મીચંદ, રતન, મોહન, લક્ષ્મીબેન (વાડાસર)ના માતા, રમેશ, ભાવેશ, રામજી, શૈલેશના દાદી તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને સંઘાર ફળિયા ખાતે.

મદનપુરા-કોડાય (તા. માંડવી) : છગનલાલ લખમશી રામજિયાણી (ઉ.વ. 72) તે સ્વ. માનબાઈ લખમશીના પુત્ર, કસ્તૂરબેન છગનલાલના પતિ, લધારામ નથુ પોકાર (ગઢશીશા)ના જમાઈ, નવીનભાઈ લખમશી, પારૂલબેન ભીમજી દડગા (રાયણ), સ્વ. પુરીબેન બાબુલાલ માવાણી (હિંમતનગર)ના ભાઈ, નર્મદાબેનના જેઠ, પ્રિજેશના પિતા, મનોજ, સુનીલ, ગુંજન પ્રકાશ ભગત (અમદાવાદ)ના મોટાબાપા, અંજનાબેનના સસરા, રેખાબેનના મોટા સસરા, પ્રાંશુ, શિવાંશુ, શિવન્ય, દેવ, વાણીના દાદા તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-4-2025ના ગુરુવારે સવારે 8.30થી 11.30 અને સાંજે 3થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી મદનપુરા ખાતે.

ઓરીરા (તા. નખત્રાણા) : મેમણ ખલીફા ધીનમોહમદ મિયા જુસબ (બાવા) (ઉ.વ. 95) (ખાદીમ મિયા તમાચી દાદા મિયા દરગાહ-ઓરીરા) તે જુસબ, મોહમ્મદ, સિધિક અને ફકીરમામદના પિતા, હાજી ગની ફકીરમોહમ્મદ (ગઢશીશા), ગનીભાઇ (અંજાર), મોહમ્મદ યાકુબ (ભુજ), હાજી ફકીરમામદ હાજી રમઝાન (ભારાપર)ના સસરા તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-4-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 દરગાહ કમ્પાઉન્ડ, ઓરીરા ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : લંઘા નાથીબાઇ સિધિક (ઉ.વ. 107) તે ઓસમાણ, હાસમ (મુલુંડ-મુંબઇ), અબ્દુલ, સુલેમાન (ભુજ), જેનાબાઇ અબ્બાસ (કોણાઠિયા), આઇસુબાઇ ઇબ્રાહીમ (બિબ્બર)ના માતા, ઇબ્રાહીમના મોટીમા, શબ્બીર, મુસ્તાક, વસીમ, ઇમ્તિયાઝ, સોયબ, અનિષ, સમીર, ઇરફાન, સોયબ અખ્તર, અલી અસગરના દાદી, મ. મીઠુ ઇલિયાસના ભાભી, મ. લધા મામદ દાઉદ (વાયોર), હાજી સાલેમામદ (નારાયણ સરોવર)ના બહેન તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-4- 2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 તયબાહ નગર જમાતખાના, જી.એમ.ડી.સી. હાઇસ્કૂલની બાજુમાં, મોટી વિરાણી ખાતે.

નાના કરોડિયા (તા. અબડાસા) : ગઢવી દેવરાજ (બુદ્ધા) કાયા સેડા (ઉ.વ. 64) તે માલબાઇના પતિ, વિજય, સ્વ. સામરા, વીરબાઇ, માલશ્રીના પિતા, મેઘરાજ, કાકુ, સ્વ. કરશન (ઉનડોઠ), સ્વ. વાલબાઇ, નાગશ્રીબાઇ, મેઘબાઇ, ગોરબાઇના ભાઇ તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9 અને 10-4- 2025 સુધી તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 18-4-2025ના નિવાસસ્થાને.

નરાસિંહપુર (તા. કપડવંજ) : મૂળ વીજપસારના જીવીબેન ચારણ (એરવાર) તે સ્વ. સવજીભાઈ રામજીભાઈના પત્ની, સ્વ. કાનજીભાઈના પુત્રવધૂ, પરબતભાઇ, સ્વ. કાલિદાસ, રમણભાઈ, હિમાબેન, સ્વ. મધુબેન, સ્વ. રતનબેનના ભાભી, સ્વ. નરશી, સ્વ. લક્ષ્મણ, મીનાબેન (વીજપસાર), સપનાબેન (નરોડા)ના માતા, સ્વ. મૂળીબેનના દેરાણી, નંદાબેન, દેવીબેન, વાલીબેનના જેઠાણી, નરેશ, હરેશ, નરાસિંહ (ચિનુ), વિષ્ણુ, કિશન, શૈલેશ, ભદ્રેશ, હિતેષ, પ્રકાશ, અનિતા, નીરુ, ભાવના, નર્મદા, દક્ષાના મોટાબા, દક્ષા, હંસા, રમીલા, દયા, ઉષા, પિંકી, મનીષાના સાસુ, સ્વ. દેવજીભાઈ, સ્વ. ગાવિંદભાઇ, વલ્લભભાઈ માધડ (આદિપુર)ના બહેન, દેવજીલાલ, સ્વ. લક્ષ્મણના સાસુ, પલકના નાની, સંજુ, વિદ્યાના દાદી તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 10-4-2025ના ગુરુવારે સાંજે આગરી, તા. 11-4-2025ના શુક્રવારે સવારે પાણી (ઘડાઢોળ) નરાસિંહપુર ખાતે.

મુંબઇ : મૂળ મુરૂના અશ્વિનભાઇ (ઉ.વ. 68) તે સ્વ. લક્ષ્મીબેન મૂલજી વાલજી ઘુંઘટના પુત્ર, ઉષાબેનના પતિ, સ્વ. રામજીભાઇ દામજીભાઇ ગટ્ટા (કોજાચોરા હાલે શાહપુર)ના જમાઇ, નિયતિ નિખિલ દૈયા તથા ફાલ્ગુની દિનેશ જૈનના પિતા, સરલા અશોક પૂંજાણી, સ્વ. દિનેશ (મહેન્દ્ર), નયના સુનીલ સેજપાલ, હંસા ભરત ઠક્કર, મહેશ તથા પ્રદીપના ભાઇ, ઓમ, ભક્તિ, આસ્થાના નાના, ગં.સ્વ. લક્ષ્મીબેન નારાયણજી, ગં.સ્વ. કાંતાબેન મનુભાઇ, ગં.સ્વ. સવિતાબેન ત્રિભુવનદાસ, શારદાબેન કિશોરભાઇ, ચંદ્રમણિબેન રમેશભાઇ, સ્વ. કિશોરના બનેવી તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-4-2025ના બુધવારે સાંજે 5થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd