• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : હિંગોરજા અબ્દુલ અલીમામદ (.. 52) તે અલીમામદ જુસબના પુત્ર, અફસાના, મુસ્કાનના પિતા, મુસ્તાક, કાસમ, હુશેન, ફારુકના ભાઇ, હિંગોરજા લાખા સુલેમાન (ગાંધીધામ), હિંગોરજા .રજાક ઉમરના બનેવી, . મુશા સુલેમાનના ભાણેજ, લાખા હાજી ભચુ રમજુભાઇના જમાઇ તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-2-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને કેમ્પ એરિયા, જૂની મેન્ટલ હોસ્પિટલ?સામે, ચાકી ફળિયા, ભુજ ખાતે.

ભુજ : ખીમસુર ભોજા નાગાજણ (ચારણ) (.. 69) તે રમેશ, અનિલના પિતા તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે.

ભુજ : વડનગરા નાગર કમલેશભાઇ મૂળવંતરાય વૈદ્ય (.. 78) તે પરિતોષ (કોર્ટ)ના પિતા તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-2-2024ના સવારે 8.30 કલાકે નિવાસસ્થાન 638, નવી ઉમેદનગરથી સ્વર્ગપ્રયાણધામ ખારીનદી જશે.

ભુજ : મૂળ કોઠારાના ...સુ. દરજી ગં.સ્વ. મણિબેન ડાભી (.. 83) તે સ્વ. હરિરામ શિવજી ડાભીના પત્ની, કંચનબેન રવિલાલ પરમાર (મેઘપર), કમળાબેન રમેશભાઇ ગોહિલ (ભુજ), ઉષાબેન નરેન્દ્રભાઇ સોલંકી (ઘાટકોપર), વિનોદના માતા, સ્વ. કલ્યાણજી, ગં.સ્વ. ખેતબાઇ હરિલાલ મોઢ (નખત્રાણા), સ્વ. મણિબેન રવજી સોલંકી (દેશલપર-ગુંતલી), સ્વ. રણછોડદાસ, સ્વ. જેન્તીલાલ નથુભાઇ ડાભી (મુંબઇ), સ્વ. વિજય નથુભાઇ ડાભી (મુંબઇ), તુલસીદાસ હીરજી ડાભી (ગાંધીધામ), સ્વ. ચંદ્રકાન્ત હીરજી ડાભી (ગાંધીધામ), ભરત પ્રેમજી ડાભી (દેવપર-યક્ષ), સંજય પ્રેમજી ડાભી (દેવપર-યક્ષ)ના ભાભી, ગં.સ્વ. કેશરબેનના દેરાણી, ગં.સ્વ. કસ્તૂરબેનના જેઠાણી, સ્વ. પ્રતાપ કલ્યાણજી, રમેશભાઇ કલ્યાણજી, હર્ષાબેન મુકેશકુમાર સોલંકી (પનવેલ), કુસુમબેન રમેશકુમાર પરમાર, અનિલભાઇ અને પ્રવીણભાઇના કાકી, મનીષાબેન, ગં.સ્વ. જશોદાબેન પ્રતાપભાઇ, ક્રિષ્નાબેન રમેશભાઇ, હંસા અનિલ ડાભી, રમીલા પ્રવીણ ડાભીના સાસુ, જિજ્ઞા યોગેશ સોલંકી (માધાપર), પ્રીતિ મયૂર સોલંકી (મુંબઇ), દીપા ભૂપેન્દ્ર સોલંકી (માધાપર), પંકજ, પારસ, ઉર્વિ જિતેન્દ્ર પીઠડિયા (મુંબઇ), ભક્તિ ભાવિક પરમાર (ડોમ્બીવલી), ભાસ્કર, પ્રશાંત, વિભૂતિ પાર્થ ગોહિલ (આણંદ), ધવલ, હેત્વી, યશ, નિસર્ગ, યાશી, રશ્મિ, યુગ, જીયાંશીના દાદી, વૈશાલી પંકજ (ભુજ), બિજલ પારસ (ભુજ), અવની ભાસ્કર (પૂના), રિન્કલ પ્રશાંત (ભુજ)ના દાદીસાસુ, શિલ્પા વિપુલ પીઠડિયા (ભુજ), વિપુલ રવિલાલ પરમાર (મેઘપર), ભાવેશ રવિલાલ પરમાર (મેઘપર), વંદના જમીર પરમાર (ભુજ), સંદિપ રમેશ ગોહિલ, ટ્વિંકલ રાજેશ ઠક્કર (માધાપર), તેજલ નિગમ ગોહિલ (સુરત), જીમિત નરેન્દ્ર  સોલંકી (મુંબઇ), કુણાલ મુકેશ સોલંકી (પનવેલ), જુગલ મુકેશ સોલંકી (પનવેલ), નિમિત રમેશભાઇ પરમાર (અંધેરી), મયૂર રમેશભાઇ પરમાર (અંધેરી)ના નાની, સ્વ. દેવજીભાઇ વલ્લભજી સોલંકી (લાલાવાળા) (ભુજ)ના પુત્રી, શાંતિલાલ દેવજીભાઇ સોલંકી, લહેરીલાલ દેવજીભાઇ સોલંકી, માનબાઇ માધવજી મોઢ (સાંધાણ), સોનબાઇ વેલજી ચૌહાણ (નલિયા), કસ્તૂરબાઇ નવીનચંદ્ર ચૌહાણ (નલિયા), પુરબાઇ મનજી ડાભી (કોઠારા), રતનબેન તુલસીદાસ સોલંકી (કિડાણા), હેમલતા હરિલાલ ચૌહાણ (વાપી), દમયંતીબેન હરિભાઇ મોઢ (સુરજપર)ના બહેન તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-2-2024ના બુધવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

આદિપુર : પુરાણિયા કરશન (.. 79) (મૂળ માનકૂવા-મોડાસા) તે ફુલાબેનના પતિ, સ્વ. મેઘીબેન તથા પેથા પાંચાના પુત્ર, કાન્તિલાલ તથા હરેશના પિતા, રતિલાલ (વિથોણ), સ્વ. લખમાબેન ફકીરાભાઇ શેખા (અમદાવાદ), સ્વ. પરમાબેન ડાયાલાલ દવે (નખત્રાણા), સ્વ. લાલુબેન ભીમજી મેઘજી દવે (નખત્રાણા), સ્વ. માનુબેન લાલજી દવે (નખત્રાણા), સ્વ. વિરાભાઇ (કુનરિયા)ના ભાઇ, સ્વ. દાનાભાઇ, સ્વ. રાણાભાઇ, ખેંગાર કરમણ ધોરિયા (સુમરાસર)ના બનેવી, વિજય, ભાવેશ, ભરત, કલ્પેશના દાદા તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-2-2024ના રાત્રે સત્સંગ તથા તા. 21-2-2024ના સવારે 10 વાગ્યે ઘડાઢોળ, બેસણું નિવાસસ્થાને 58-, ઘનશ્યામ સોસાયટી, મંદિરની સામે, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ મનફરાના ઠક્કર હરિલાલ દયાળજી રામાણી (.. 84) તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-2-2024ના મંગળવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન ટી..ઝેડ.-36, વાળી, જનતા, આદિપુરથી આદિપુર સ્મશાનગૃહ જશે.

આદિપુર : મૂળ નલિયાના માધવસિંહ મોડજી જાડેજા (.. 81) તે સ્વ. પ્રભાતબાના પતિ, સ્વ. દાદુભાના ભાઇ, પ્રતાપસિંહ, વિક્રમસિંહ, જગદીશસિંહના કાકા, નંદાબા પ્રદ્યુમનસિંહ વાઘેલા, રણજિતસિંહ, ભરતસિંહ (મૌર્ય ટ્રાન્સપોર્ટ-અંજાર), સ્વ. પૃથ્વીરાજસિંહના પિતા, ક્રિષ્નાસિંહ, પ્રશાંતસિંહ, આદિત્યસિંહના દાદા તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-2-2024ના ગુરુવારે સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

અંજાર : મૂળ ખેડોઈના કરસન વાલજીભાઇ ધોળુ (.. 83) તે સરસ્વતીબેનના પતિ, સ્વ. કમલેશભાઇ, માધવી વસંત વેલાણી (ડોમ્બીવલી), બંસરી મિતેષ વેલાણી (અમેરિકા)ના પિતા, સ્વ. કાનજીભાઇ, ગોવિંદભાઇ, માયાબેન દોલતભાઇ (માંડવી)ના ભાઇ, ઘનશ્યામભાઇ (ભુજ), અપૂર્વભાઇ (પી.એફ. ઓફિસ), પુનિતભાઇ (ભુજ), ઉર્મિલાબેન અમરશીભાઇ, નીતાબેન ચંદુભાઇ, પૂર્વીબેન હિંમતલાલના કાકા, એકતા, દૃષ્ટિ, નિહાર, સોરાયા, નીવના નાના તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-2-2024ના સાંજે 5થી 6 નિવાસસ્થાન મહાદેવનગર, અંજાર ખાતે.

માંડવી : કસ્તૂરબેન (હીરાબેન) (.. 84) તે સ્વ. જાદવદાસ (બાબુભાઇ) રામદાસ સેવકના પત્ની, સ્વ. નારણદાસ હરિદાસ કુબાવતના પુત્રી, રમેશ, લવકુમાર, જગદીશ, અતુલ, વિમલ, સ્વ. ભારતીબેન હીરાલાલ (ઝરપરા), મીનાબેન પ્રફુલચંદ્ર (ડોમ્બીવલી), શર્મિલાબેન અનિલ (મોરબી), કલ્પનાબેન પરેશ (ગાંધીધામ)ના માતા, ઉષાબેન, હર્ષિદાબેન, નિર્મળાબેન, રંજનબેન, હર્ષાબેનના સાસુ, અંકુર, મિતેષ, ડો. તન્મય, કુલદીપ, પાર્થ, વિવેક, ફેમિના સ્વપ્નિલ (જૂનાગઢ), ખુશ્બૂ હિમાંશુ (વેરાવળ), નિરાલીના દાદી, પ્રજ્ઞાબેન, શ્રદ્ધાબેન, ભાર્ગવીના દાદીસાસુ, સ્વ. જમનાદાસ, લાલદાસ, કરશનદાસ, સ્વ. શાંતાબેન મણિલાલ (સુરેન્દ્રનગર)ના ભાભી, સ્વ. હંસાબેન, ધીરજબેન, ચંદ્રિકાબેનના જેઠાણી, પંકજ, કોમલ, હિરેન, દીપ્તિ ગિરીશકુમાર (દરશડી), વૈશાલી વિજયકુમાર (કોડાય પુલ), રચના ભરતકુમાર (કિડાણા), ચિંતલ સુભાષકુમાર (ઓખા)ના મોટાબા, ચૈતના, પલ્લવી, કવિતાના મોટા સાસુ, કુશલ, કાર્તિક, ખુશી, નેહા, પ્રાચી, નિયતિ, પૂર્ણાના મોટા દાદી, દુર્વાના પરદાદી તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે.

મુંદરા : મીનાબેન પરમાર (ખારવા) (.. 75) તે સ્વ. ભાણજીભાઈ પરમારના પત્ની, પુનીબેન, સ્વ. ભાવનાબેન, દીનાબેન, માયાબેન,  સ્વ. મીઠાભાઈ,  સ્વ. રાજેશભાઈના માતા, વિજય બંદરીમાલમ (માંડવી), ભરતભાઈ ચાવડા, દયારામભાઈ ધાયાણી, વિનોદભાઈ ચાવડાના સાસુ, શંકરભાઈ પરમાર, હરેશભાઈ પરમાર, જયેશભાઈ પરમાર, ગીતાબેન પરમારના મોટીમા, મિતલબેન પરમારના મોટા સાસુ, રીના, દીપા, પૂજા, સ્વ. હર્શિદાબેન, ધવલ, સાગર, ધરમ, દીપ, કિશન, વીરના નાની, સ્વ. જયાબેન જેરામભાઈ પરમારના જેઠાણી, સ્વ. જમુબેન પૂંજાભાઈ ચુડાસમાના પુત્રી તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/બેસણું તા. 21-2-2024ના બુધવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી મધ્યે ભાઈઓ અને બહેનો સાથે.

ભચાઉ : પ્રવીણગિરિ (.. 28) તે પ્રભાતગર કેણગર અને સ્વ. ગીતાબેન ગુંસાઇના પુત્ર, વિનોદગિરિ (ભચાઉ) અને સ્વ. લીલાવંતીબેન ભીખાપુરી ગુંસાઇ (અમદાવાદ)ના ભત્રીજા, સ્વ. સચિનગિરિ, રાજેશગિરિ મોહનગિરિ (ભચાઉ), સ્વ. ભાવેશગિરિ ધનગિરિ, કિશનગરિ ધનગિરિ (ધાણેટી), મયૂરગિરિ, મહેન્દ્રગિરિ, દિવ્યાબેનના ભાઇ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-2-2024ના શુક્રવારે રામેશ્વર મંદિરની બાજુમાં, નવી ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : પારા હાજરાબાઇ મામદ (.. 66) તે પારા મામદ ભચુના પત્ની, પારા ઇકબાલ, પારા ઇબ્રાહિમના માતા, બાફણ સલીમ, બાફણ રમજુ, પઠાણ આરિફના સાસુ તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-2- 2024ના બુધવારે સવારે 10થી 11 માધાપર મુસ્લિમ જમાતખાના ખાતે.

મેઘપર (તા. ભુજ) : પૂરબાઈ રત્ના નારાણ હાલાઇ તે રત્નાભાઈનાં પત્ની, નિર્મલા પ્રવીણ વરસાણી, જયા દિનેશ ભુડિયાના માતા, શાન્તા કમલેશ રત્ના હાલાઇ, વનિતા પરેશ રત્ના હાલાઇના સાસુ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-2-2024ના સવારે 7.30 વાગ્યે ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર અને બહેનો માટે નિવાસસ્થાને.

નાની ખાખર (તા. માંડવી) : જનકબા મંગુભા જાડેજા (.. 66) તે મંગુભા વિભાજી જાડેજાના પત્ની, સ્વ. રણછોડજી વિભાજી તથા જાડેજા કલુભા દાનસંગજીના નાના ભાઇના પત્ની, દિગ્વિજયસિંહના માતા, રવુભાના કાકી, ઋષિરાજસિંહ, મિતરાજસિંહ, શક્તિરાજસિંહના દાદી તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-2-2024થી 23-2-2024 સુધી ભાયાતના ડેલામાં તથા ઉત્તરક્રિયા તા. 1-3-2024ના નિવાસસ્થાને.

દુજાપર (તા. માંડવી) : જનકબા લાખુભા ગોહિલ (.. 76) તે સ્વ. બચુભા ચનુભા ગોહિલના નાના ભાઇના પત્ની, સ્વ. લાખુભા ચનુભાના પત્ની, કુલદીપસિંહના માતા, પ્રવીણસિંહ તથા મહેન્દ્રસિંહના કાકી, ધનરાજસિંહ, દિવ્યરાજસિંહ, યુવરાજસિંહ, પ્રતિપાલસિંહના નાના દાદી અવસાન પામ્યા છે. બેસણું તા. 22-2-2024ના ક્ષત્રિય સમાજવાડી, દુજાપર ખાતે.

બિદડા (તા. માંડવી) : પ્રભાબેન (નર્સ) દેઢિયા (.. 83) તે ડો. સ્વ. દિનેશચંદ્ર દેઢિયાના પત્ની, ડો. ખીમજી વીરજી હરિયા (બિદડા)ના પુત્રી, સ્વ. દેવકાબેન ખીમજી સુરજી દેઢિયાના પુત્રવધૂ, કુંજન, કિરણ, મમતા, જસ્મી, આરતી, દીપાલીના માતા, મહેન્દ્ર ગડા (બાડા-વડોદરા), ધર્મેન્દ્ર કોટક (માંડવી), અંબરીષ મોતા (બિદડા-વસઇ), જયેશ શાહ (કોડાય-જોગેશ્વરી), હિરેન ફુરિયા (બિદડા-વસઇ), જિજ્ઞેશ ફુરિયા (બિદડા-વસઇ)ના સાસુ, ધવલ, મલય, નમન, હિત્સુ, લબ્ધી, શ્રીયા, અક્ષત, પંકિત, પ્રિશા, કિયાનના નાની, હિરલ અને રજત દેઢિયાના નાનીસાસુ તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થના તા. 20-2-2024ના મંગળવારે સાંજે 4થી 5 મોટી ધર્મશાળા (ઉપાશ્રય), ચાપાણી ફળિયો, બિદડા ખાતે ભાઇઓ તથા બહેનો માટે સાથે.

પદમપુર (તા. માંડવી) : હીરબાઈ સેઘાણી (.. 78) તે જીવરાજ લધા સેઘાણીના પત્ની, દેવજીભાઈના પુત્રવધૂ, વિશ્રામભાઈ (પદમપુર હાલે મોમાઈમોરા), લખમશીભાઈ (અમદાવાદ), રામજીભાઈ (મોમાઈમોરા), ગંગાબેન ભગત (મુંદરા), કુંવરબેન ચૌહાણ (દુજાપર), લક્ષ્મીબેન પરવાડિયા (ગઢશીશા)ના ભાભી, શાંતિલાલ જયાબેન વાસાણી (વડવા), ભગવતીબેન પોકાર (જનકપુર), સુરેશના માતા, કમળાબેન, સંગીતાબેન, જયંતીભાઈ વાસાણી (વડવા), કેશવલાલ પોકાર (જનકપુર)ના સાસુ, ડો. દિપાલી સચિન ઠાકરણી (રાજપર હાલે અમદાવાદ), હાર્દિક, સાવન, માનસીના દાદી, મોનિકા હાર્દિક, રીટાબેન સાવનના દાદીજી, સ્વ. ધનજી ગંગદાસ ધોળુના પુત્રી, હંસરાજભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. ખીમજીભાઈ, કરમશીભાઈ ધોળુના બહેન તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-2-2024ના 8.30થી 12 અને 3થી 5 (એક દિવસ) પદમપુર પાટીદાર સમાજવાડી ખાતે.

કોડાય (તા. માંડવી) : હાલે લંડન કરસન શામજી વેકરિયા (.. 72) તે શામજી કાનજીના પુત્ર, દેવજીભાઇ, નારાણભાઇના ભાઇ, પુષ્પાબેનના પતિ, ઘનશ્યામ, રમેશભાઇ, ચંપાબેનના પિતા તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-2- 2024ના બુધવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન વાડી વિસ્તાર, કેનાલની બાજુમાં, કોડાય ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા મહેન્દ્રસિંહ નવલસિંહ (.. 68) તે અશોકસિંહ, ગીતાબા, શીતલબાના પિતા, રણજિતસિંહ નવલસિંહ જાડેજા (ગ્રામીણ બેંક), હાલુભા ટપુભા, સ્વ. ટપુભા કનુભાના ભાઇ, ઇન્દ્રસિંહ હિંમતસિંહ, નરેન્દ્રસિંહ હિંમતસિંહ, સ્વ. પ્રદ્યુમનસિંહ હિંમતસિંહના મોટાબાપુના પુત્ર, વૃષિકાબાના દાદા તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી ભદ્રેશ્વર દરબાર ડેલીએ તેમજ ઉત્તરક્રિયા તા. 1-3-2024ના નિવાસસ્થાને.

દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : મૂળ રોહા સુમરીના ગાવિંદજી સામજીભા ચાવડા (.. 81) તે ગં.સ્વ. હંસાબાના પતિ, સ્વ. પુરીબા સામજીભાના પુત્ર, કિશોરાસિંહ, હરેશાસિંહ, દીપ્તિબા (સાંયરા), નિતાબા (મંજલ)ના પિતા, સ્વ. અરજણજી લધાજી ચૌહાણ (ખોંભડી)ના જમાઇ, સ્વ. રામજીભાઇ (ખોંભડી)ના બનેવી, રાજલબા, સ્વ. સંજયાસિંહ ધલ (સાંયરા), હેમંતાસિંહ આમર (મંજલ)ના સસરા, મંગલજી, સ્વ. ગંગાબા, સ્વ. કેશરબાના નાના ભાઇ, લીલાબાના મોટા ભાઇ, સ્વ. ભવાનજી, સ્વ. નરાસિંહજી, સ્વ. કરશનજી, સ્વ. નવિનજી, પ્રવીણાસિંહના કાકાઇ ભાઇ, ધવલાસિંહ, વિષ્ણાસિંહના દાદા, સાક્ષીબા, ધ્રુવીબા, કાવ્યાબા, ક્રિષ્નાબા, ક્રિવાબાના નાના, પરેશાસિંહ, રાહુલાસિંહ, દેવેન્દ્રાસિંહ, વિપુલાસિંહ, નરેશાસિંહ, ભાવિનાસિંહ, જયરાજાસિંહ, ગીતાબા, ભગવતીબાના મોટાબાપુ તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-2-2024ના સાંજે 4થી 5 મહાજનવાડી સમાજવાડી, દેવપર યક્ષ ખાતે.

કોટડા-. (તા. નખત્રાણા) : શંભુભાઇ મોહનલાલ ઠક્કર (.. 71) તે ગં.સ્વ. કાંતાબેનના પતિ, જયેશભાઇ (લાલાભાઇ લક્ષ્મી મેડિકલ), જિજ્ઞેશભાઇ (પિન્ટુભાઇ સાંઇ મેડિકલ-મુંદરા)ના પિતા તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-2-2024ના સાંજે 4થી 5 કોટડા-. પાટીદાર સમાજવાડી ખાતે.

અરલ નાની (તા. નખત્રાણા) : કડવા પાટીદાર રામજીભાઇ છાભૈયા (.. 71) તે સ્વ. લધારામ રતનશીના પુત્ર, મંગળાબેનના પતિ, વિશ્રામભાઇ (બોરસદ), સ્વ. શાંતાબેન (ખોંભડી)ના ભાઇ, વસંતભાઇ (ગુણાતિતપુર), કાંતાબેન (નવી મંજલ)ના પિતા, યશ, રિયાબેન, હસ્તીબેન (ગુણાતિતપુર)ના દાદા, ચંદ્રિકાબેનના સસરા, બાબુભાઇ, તુલસીભાઇ, જેન્તીભાઇ, શંકરભાઇ, મહેશભાઇ, હરસુખભાઇ, નરેન્દ્રભાઇના કાકાઇ ભાઇ, સ્વ. હંસરાજ ધનજી લિંબાણી (દેવીસર)ના જમાઇ તા. 19-2-2024ના ગુણાતિતપુર ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 20, 21, 22-2 મંગળથી ગુરુવાર સુધી (ત્રણ દિવસ) સવારે 8થી 11 નિવાસસ્થાને ગુણતિતપુર ખાતે. તા. 23-2-2024ના શુક્રવારે સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી, નાની અરલ ખાતે.

સાંયરા-કોઠારા (તા. અબડાસા) : મોડ જાડેજા મોંઘીબા મેરામણજી (.. 100) તે સ્વ. ગાભુભા દાનુભા (હિંગરીયા) તથા સમા સંગ્રામજી ભોજરાજજીના સાસુ, સ્વ. મોડ જાડેજા વંકાજી પ્રાગજીના કાકી, મોડ જાડેજા વેલુભા વંકાજી, પ્રવીણસિંહ વંકાજીના દાદી, મોડ જાડેજા મહાવીરસિંહના મોટા દાદી તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-2-2024ના ગુરુવારે નિવાસસ્થાન સાંયરા (કોઠારા) ખાતે. પાણીઢોળ તથા ઉત્તરક્રિયા તા. 27-2-2024ના સાંયરા (કોઠારા) ખાતે.

કુકડાઉ (અબડાસા) : જાડેજા ભાવના (.. 40) તે જાડેજા વિક્રમાસિંહના પત્ની, પાંચુભા, કારુભા તથા હેતુભાના નાના ભાઈના પત્ની, રાજેશ્રીબા, હર્શિદાબા, ગોપીબા તથા ખમાંબાના માતા, પ્રતાપાસિંહ, વનરાજાસિંહ, રામદેવાસિંહ તથા વિરમદેવાસિંહના કાકી તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ખાતે.

વિંઝાણ (તા. અબડાસા) : બકાલી હસણ ઓસમાણ (.. 85) તે અદ્રેમાનના પિતા, ઇબ્રાહિમ આદમના બનેવી, સમીરના દાદા તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-2-2024ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન બકાલીવાંઢ, વિંઝાણ ખાતે.

બરંદા (તા. લખપત) : હાલેપોત્રા જેનાબાઇ સાલેમામધ (.. 70) તે આમધ, મુબારક, હારુન, ઇસ્માઇલ, નિયામતબેનના માતા, હુશેન, સલીમના દાદી તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-2-2024ના બુધવારે સવારે 10 વાગ્યે બરંદા જમાતખાના ખાતે.

ધનસુરા (તા. મોડાસા) : મૂળ થરાવડાના પરસોત્તમભાઇ જેરામભાઇ સોલગામા (.. 70) તે સ્વ. રામુબેનના પુત્ર, સ્વ. નર્મદાબેન નરસિંહભાઇ ભારદિયા (અંજાર)ના જમાઇ, ભારતીબેનના પતિ, કલ્પેશ, હિરેન, અંકિતા દુધૈયાના પિતા, અમિતકુમાર દુધૈયા (ભુજ)ના સસરા, સ્વ. બચુભાઇ ભવાનભાઇ સોલગામા, સ્વ. કાન્તિભાઇ ભવાનભાઇ સોલગામા, સ્વ. લક્ષ્મીબેન પ્રાગજીભાઇ અડિએચા (માધાપર), ગં.સ્વ. મધુબેન ચંદ્રકાન્તભાઇ પીનારા (રાજકોટ)ના ભત્રીજા, હસમુખભાઇ બચુભાઇ સોલગામા, સ્વ. દિલીપભાઇ બચુભાઇ સોલગામા, સ્વ. જયેશભાઇ કાન્તિભાઇ સોલગામા, સ્વ. કિરીટભાઇ કાન્તિભાઇ સોલગામા, દીપકભાઇ કાન્તિભાઇ સોલગામા, સ્વ. શાન્તાબેન નાથાલાલ અડિએચા (માધાપર), જોષનાબેન જયંતીલાલ પીનારા (ભુજ), ચંદ્રિકાબેન નારણદાસ દુધૈયા (ઉકાઇ), સ્વ. કાન્તાબેન કાન્તિલાલ જોલાપ્રા (માધાપર), જ્યોતિબેન ગોવિંદભાઇ જોલાપ્રા (મુંબઇ), સુધાબેન વિદુરભાઇ જોલાપ્રા (ભુજ), સોનલબેન રાજેશભાઇ જોલાપ્રા (ભુજ), પ્રીતિબેન હિતેશકુમાર ગુંદેચા (અમદાવાદ)ના મોટા ભાઇ, નીતાબેન પ્રમોદભાઇ ગરવલિયા (વડોદરા), સુરેશભાઇ અડિએચા (અંજાર), પ્રફુલભાઇ અડિએચા (અંજાર)ના બનેવી, સ્વ. છગનભાઇ સુંદરજીભાઇ દુધૈયા (અંજાર), સ્વ. શિવલાલભાઇ સુંદરજીભાઇ દુધૈયા (વરસામેડી)ના ભાણેજ, પ્રિયા જતિનકુમાર દહીંસરિયા (મુંબઇ), અંકિત પીનારા (ભુજ), સ્વ. રાજેશ નાથાલાલ અડિએચા (માધાપર), ભાવિન નાથાલાલ અડિએચા (માધાપર), મીનાબેન ભરતકુમાર બકરાનિયા (ભુજ), બીના સંજયકુમાર ગરવલિયા (ભુજ)ના મામા, ઝલક અંકિત પીનારાના મામાજી, અન્વીષાના નાના, રાહુલ, ડોલીના માસા તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-2-2024ના શુક્રવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન ધનસુરા ચાર રસ્તા ખાતે. કલ્પેશ-93137 01500.

મુંબઇ : મોટી ખેરાળી નિવાસી હાલ મુલુંડ .સૌ. મંગળાબેન (.. 74) તે અમરતબેન જેચંદભાઇ દોશીના પુત્રવધૂ, અનંતરાયભાઇના પત્ની, અમૃતલાલભાઇ, દીપચંદભાઇના નાના ભાઇના પત્ની, નવીનભાઇ, ચંપાબેન, હીરાબેન, રસીલાબેન, રંજનબેનના ભાભી, વિજય અને નીલાના માતા, હિના અને શૈલેશકુમારના સાસુ, દેપલા નિવાસી રતિલાલ ગોરધનદાસ શાહના પુત્રી, ચીમનભાઇ, વિનુભાઇના બહેન તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : 97699 10544.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang