• ગુરુવાર, 25 જુલાઈ, 2024

મોદીની કોર ટીમ યથાવત્

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી પ્રધાનોના વિભાગોની વહેંચણીમાં મોટા ભાગના મહત્ત્વના વિભાગો ભાજપ ક્વોટાના પ્રધાનો પાસે છે. જો કે, વડાપ્રધાન મોદીએ રાજનાથ સિંહને સંરક્ષણ પ્રધાન, અમિત શાહને ગૃહપ્રધાન, નિર્મલા સીતારામનને નાણાપ્રધાન અને એસ. જયશંકરને વિદેશ પ્રધાનનાં પદ યથાવત્ રાખ્યાં છે. નીતિન ગડકરીને ફરી માર્ગ પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે. સહયોગી પક્ષોના ટીડીપી ક્વોટાથી પ્રધાન બનેલા રામમોહન નાયડુને નાગરિક ઉડ્ડયન ખાતું મળ્યું છે. મોદીએ પહેલીવાર 71 પ્રધાનને પોતાની ટીમમાં સામેલ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, સરકારની પહેલી પ્રાથમિકતા વિકાસકામોને ગતિ આપવાની છે. વખતે પ્રધાનમંડળમાં ગઈ વેળાના 37 ચહેરાની બાદબાકી કરાઈ છે. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, કાર્યક્ષમ પ્રધાનોને પ્રાધાન્ય આપ્યું છે. કૃષિ અને ગ્રામીણ વિકાસના નવા પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથેનો સંબંધ જૂનો છે. મધ્યપ્રદેશમાં કૃષિ ક્ષેત્રમાં જેટલો વિકાસ શિવરાજ સરકારના શાસનકાળમાં થયો છે, એટલો અન્ય કોઈ સરકારમાં નથી થયો. હવે દેશભરના ખેડૂતોને શિવરાજસિંહ ચૌહાણથી મધ્યપ્રદેશની જેમ કૃષિ ક્ષેત્રનો વિસ્તાર, ઉત્પાદકતામાં નવીનતા અને સંરક્ષણની અપેક્ષા રહેશે. પીયૂષ ગોયલ પહેલાની જેમ વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ સંભાળતા રહેશે. મોદી સરકારના ઊગતા સિતારા ગણાતા અશ્વિની વૈષ્ણવની કામ કરવાની શૈલીથી વડાપ્રધાન ખાસ્સા પ્રભાવિત છે. કારણ છે કે, વૈષ્ણવને રેલ વિભાગની સાથોસાથ ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે. વૈષ્ણવને માહિતી અને પ્રસારણ ખાતું પણ આપવામાં આવ્યું છે. મનસુખ માંડવિયાને વેળા શ્રમ તેમ યુવા કાર્યક્રમોની જવાબદારી આપવામાં આવી છે. સરકારના સુધારાના એજન્ડામાં શ્રમ સુધારા સૌથી આગળ છે. દૃષ્ટિએ માંડવિયા સામે પડકારજનક કાર્યકાળ છે. શિવસેના તોડીને મુખ્યપ્રધાન બનનારા એકનાથ શિંદેને આંકવામાં આવતા હતા, પણ લોકસભા ચૂંટણીમાં તેમનું પ્રદર્શન અજિત પવારની રાષ્ટ્રવાદીથી સારું રહ્યું, જેનો પુરસ્કાર પણ તેમને મોદી પ્રધાનમંડળમાં એક કેબિનેટ અને રાજ્ય પ્રધાનના રૂપમાં મળ્યો છે. મહારાષ્ટ્રથી કુલ પ્રધાનો છે, જેમાં ભાજપના રક્ષા ખડસે પણ સામેલ છે, જેમના સસરા એકનાથ ખડસે હાલ શરદ પવારના રાષ્ટ્રવાદીમાં એમએલસી છે, પણ ટૂંક સમયમાં તેઓ જૂના પક્ષ ભાજપમાં પાછા ફરવાના છે. વીતેલાં દસ વર્ષમાં મોદી સરકાર અનેક નિર્ણયોથી દેશને ચોંકાવી ચૂકી છે. ચૂંટણી રેલીમાં પણ મોદીએ દસ વર્ષનાં કામને ટ્રેલર ગણાવતાં સ્પષ્ટ કર્યું હતું કે, `ખરું પિક્ચર તો હવે શરૂ થશે.' દેશને પ્રતીક્ષા રહેશે કે, પોતાના ત્રીજા કાર્યકાળમાં મોદી સરકાર શું મોટા નિર્ણયો લે છે, પણ તેનો બધો આધાર પ્રધાનોને સોંપવામાં આવેલા વિભાગોની કામગીરી પર પણ નિર્ભર રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang