• રવિવાર, 16 જૂન, 2024

લોન ટેનિસમાં કચ્છના છાત્રોએ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો

અંજાર, તા. 5 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના લોન ટેનિસ સ્પોર્ટસના વિદ્યાર્થીઓની ટીમે નેશનલ સ્પોર્ટસ ઈવેન્ટમાં વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી લોન ટેનિસ ટૂર્નામેન્ટમાં આઈટીએમ યુનિવર્સિટી સ્કૂલ ઓફ સ્પોર્ટસ એજ્યુકેશન ગ્વાલિયર ખાતે ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટીમમાં આદિપુર તોલાણી કોમર્સ કોલેજના દેસાઈ જ્યોતિર્મય, ભુજ કોમર્સ કોલેજના દાવડા હર્ષ અને જૈનિલ ઉત્તમ પ્રદર્શન કરી ચૂક્યા છે. ટીમ મેનેજર તરીકે જે. બી. ઠક્કર કોમર્સ કોલેજના સુમિત ગણાત્રા તેમની સાથે રહ્યા છે. કુલપતિ ડો. ડી. એમ. બકરાણિયા, રજિસ્ટ્રાર ડો. જી.એમ. બુટાણી તથા સ્પોર્ટસ ડાયરેક્ટર ગૌરવ ઠાકરે અભિનંદન આપ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang