• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

ઝોન કક્ષાની બેન્ડ સ્પર્ધામાં પણ સ્વામિ. કન્યાશાળાની છાત્રાઓની સુરાવલિ શ્રેષ્ઠ

ભુજ, તા. 5 : સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓએ ગુજરાત રાજ્ય સ્તરની બેન્ડ સ્પર્ધામાં વિજેતા થયા બાદ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી પશ્ચિમ ઝોન (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને દીવ દમણ) લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરદાર પટેલ જયંતી પ્રસંગે કેવડિયા ખાતે યોજાયેલી એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેન્ડનું શ્રેષ્ઠ પ્રદર્શન પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ પૂણેમાં પશ્ચિમ ઝોન સ્તરે પણ વિજેતા થયા છે. હવે રાષ્ટ્રીય કક્ષાએ પશ્ચિમ ઝોનનું પ્રતિનિધિત્વ કરીને દિલ્હીમાં નેશનલ હરીફાઇમાં ભાગ લેશે. ઝોન સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર વિદ્યાર્થિનીઓ અને સંસ્થાને અભિનંદન મળી રહ્યા છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઇ ફઇ સહિત સમસ્ત સાંખ્યયોગી બહેનોને ટ્રસ્ટી મંડળ, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્ય વગેરેએ છાત્રાઓને બિરદાવી હતી.

Youtube Live

Budget 2024 LIVE

Panchang