• શનિવાર, 27 જુલાઈ, 2024

અમ્પાયર રિચર્ડ કેટલબરો ભારતીય ટીમ માટે અશુભ

નવી દિલ્હી, તા.20 : અમ્પાયર રિચર્ડ કેટલબરો એક વખત ભારતીય ટીમ માટે પનોતી સાબિત થયા હતા. ખરેખર, રિચર્ડ કેટલબોરો ભારતીય ટીમની ઘણી મોટી હારના સાક્ષી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષથી આ ટ્રેન્ડ અવિરત ચાલુ છે. ભારતીય ટીમને વર્લ્ડ કપ ફાઇનલમાં હારનો સામનો કરવો પડયો, આ મેચમાં અમ્પાયર રિચર્ડ કેટલબોરો હતા. ટીમ ઇન્ડિયાની હાર અને અમ્પાયર રિચર્ડ કેટલબરો વચ્ચે કનેક્શન વર્ષ 2014માં શરૂ થયું હતું, જે આજ સુધી ચાલુ છે. ભારતીય ટીમને ટી-20 વર્લ્ડ કપ 2014ની ફાઇનલમાં શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડયો હતો. રિચર્ડ કેટલબરોએ તે મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2015ની સેમીફાઇનલમાં હારી ગઈ હતી. મહેદ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું, તે મેચમાં રિચર્ડ કેટલબરોએ અધિકૃત ભૂમિકા ભજવી હતી. આ સિલસિલો આગળ પણ ચાલુ રહ્યો. ટી-20 વર્લ્ડ કપ 2016ની ફાઇનલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના હાથે પરાજિત થઈ હતી, રિચર્ડ કેટલબરો ટીમ ઇન્ડિયાની તે હારના સાક્ષી હતા, એટલે કે તે મેચમાં રિચર્ડ કેટલબરોએ અમ્પાયારિંગ કર્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારતીય ટીમ શાનદાર રીતે રમી, ફાઇનલમાં પહોંચી, પરંતુ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો. તે મેચમાં અમ્પાયર પણ રિચર્ડ કેટલબરો હતા. બે વર્ષ પછી, વર્લ્ડ કપ 2019 માં, ભારતીય ટીમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી, જેમાં રિચર્ડ કેટલબરો અમ્પાયર હતા. હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ છે, આ મેચમાં પણ અમ્પાયર રિચર્ડ કેટલબરો હતા. ફરી એકવાર કરોડો ભારતીય ચાહકોના સપના ચકનાચૂર થઈ ગયા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang