• રવિવાર, 16 જૂન, 2024

ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની ટેસ્ટ ટીમનું સુકાન શાનને

લાહોર, તા. 20 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ?મેચની ટેસ્ટ શ્રેણી માટે 18 ખેલાડીની ટીમની સોમવારે ઘોષણા કરી હતી, જેનું સુકાન 34 વર્ષીય બેટધર શાન મસૂદને સોંપાયું છે. શ્રેણી ઓસ્ટ્રેલિયામાં 14 ડિસેમ્બરથી શરૂ થશે. શાન ટેસ્ટ ટીમના સુકાની તરીકે પહેલીવાર મેદાન પર ઉતરશે. વિશ્વકપમાં નિરાશાજનક દેખાવ બાદ બાબર આઝમે તમામ સ્વરૂપમાં ટીમનું સુકાની પદ છોડી દીધું છે ત્યારે શાનને ટેસ્ટ, શાહીન આફ્રિદીને ટી-20 ટીમના સુકાની બનાવાયા છે. બે નવા ખેલાડી ઓપનિંગ બેટર સઇમ અયૂબ અને ખુર્રમ શહજાદ સામેલ છે. બાબર આઝમના સુકાનીપદેથી રાજીનામા બાદ ટેસ્ટ ટીમનું સુકાન શાન મસૂદ સંભાળશે. પાક. ટેસ્ટ ટીમની પસંદગી નવા પસંદગીકાર પૂર્વ ઝડપી બોલર વહાબ રિયાઝની આગેવાનીમાં થઇ છે.  પાક. ટીમ ઓસ્ટ્રેલિયામાં 14 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પાક. ટેસ્ટ ટીમ : શાન મસૂદ (કેપ્ટન), આમેર જમાલ, અબ્દુલ્લાહ શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, હસન અલી, ઇમામ ઉલ હક, ખુર્રમ શહજાદ, મીર હમજા, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નૌમાન અલી, સઇમ અયૂબ, સલમાન આગા, સરફરાઝ અહેમદ, સઉદ શકીલ, શાહિન અફ્રિદી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang