• બુધવાર, 13 મે, 2026

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સની 8 વિકેટે હાર

નવી દિલ્હી, તા. પ : ઈન્ડિયન પ્રીમિયર લીગની મંગળવારે રમાયેલી 48મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. અહીંના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં સાત વિકેટે 155 રન બનાવ્યા હતા. કાર્તિક શર્મા (અણનમ) અને સંજુ સેમસન (અણનમ) વચ્ચે 66 બોલમાં થયેલી 114 રનની ભાગીદારીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે 17.3 ઓવરમાં 2 વિકેટે 159 રન બનાવ્યા હતા. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 મેચમાં 10 પોઈન્ટ મેળવીને છઠ્ઠા સ્થાને પહોંચી છે. દિલ્હી કેપિટલ્સ 10 મેચમાં 8 પોઈન્ટ મેળવીને સાતમા સ્થાને છે. સીએસકે વતી સંજૂ સેમસને 52 દડામાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે શાનદાર 87 રન ઝૂડયા હતા, જ્યારે તેના ભાગીદાર રહેલા કાર્તિક શર્માએ 31 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 41 રન કર્યા હતા, તો પટેલે 17 અને ગાયકવાડે 6 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી અક્ષર પટેલ અને લુંગી એન્ગીડીએ 1-1 વિકેટ લીધી હતી. અગાઉ પ્લેઓફની આશા જીવંત રાખવા માટેની મહત્ત્વની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 7 વિકેટે 1પપ રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી. દિલ્હીનો પ્રારંભ નબળો રહ્યો હતો અને પાવર પ્લેમાં બન્ને ઓપનર પથૂમ નિસંકા (19) અને કેએલ રાહુલ (12)ની વિકેટ ગુમાવી દીધી હતી. આથી પાવર પ્લેમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 2 વિકેટે 37 રન હતો. જેનો ફાયદો સીએસકેના બોલર્સને મળ્યો હતો. દબાણમાં દિલ્હી કેપિટલ્સના મિડલ ઓર્ડર બેટસમેન મોટી ઇનિંગ્સ રમી શકયા ન હતા. નીતિશ રાણા 1, કરુણ નાયર 13 અને કપ્તાન અક્ષર પટેલ 2 રને આઉટ થયા હતા. 69 રનમાં પ વિકેટ પડી ગયા પછી ટ્રિસ્ટન સ્ટબ્સ અને સમીર રિઝવી વચ્ચે છઠ્ઠી વિકેટમાં 47 દડામાં 6પ રનની ભાગીદારીથી દિલ્હીનો ટોટલ 10 ઉપર પહોંચ્યો હતો. રિઝવી 24 દડામાં 4 છગ્ગાથી 40 રને નોટઆઉટ રહ્યો હતો. સ્ટબ્સના 31 દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગાથી 38 રન થયા હતા. આશુતોષ શર્માએ પ દડામાં 2 છગ્ગાથી 14 રનની કેમિયો ઈનિંગ્સ રમી હતી. સીએસકે તરફથી નૂર અહમદને 2 વિકેટ મળી હતી. આજની મેચમાં દિલ્હીના બોલર એનગિડીએ માથાની ગંભીર ઇજામાંથી બહાર આવી વાપસી કરી હતી. 

Panchang

dd