ગુંદાલા, તા. 4 : મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક
સમાજ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સદ્ગુરુ ગ્રીન સિટી ગુંદાલા ખાતે બોક્સ
નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. અતિથિ વિશેષપદેથી માંડવી-મુંદરાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ક્રિકેટ
જેવી રમતથી વિદ્યાર્થીઓમાં ખેલદિલીના ગુણો વિકસે છે એમ જણાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં
ભુજપરની ટીમને હરાવીને ઝરપરાની ટીમ વિજેતા થઈ હતી,
જ્યારે શિક્ષકોની ફાઇનલ મેચમાં મોટા કપાયાની કિંગ કોબરા ટીમ તાલુકા ગ્રુપ
શાળાની ટીમને હરાવીને વિજેતા થઈ હતી. વિજેતા
ટીમના કેપ્ટન સુલેમાન લંગા, ઉપવિજેતા ટીમના કેપ્ટન સહદેવસિંહ
જાડેજા, બેસ્ટ બોલર ભારદીપ પટેલ, બેસ્ટ
બેટ્સમેન નિકુંજ પટેલ, મેન ઓફ ધ સિરીઝ હરવિજયસિંહ ઝાલાને ટ્રોફી
આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટમાં ધારાસભ્ય શ્રી દવે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, ટૂર્નામેન્ટના
દાતા અને તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, નગરપાલિકાનાં
અધ્યક્ષા રચનાબેન જોષી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ
જાડેજા, ન્યાય સમિતિ ચેરમેન પ્રેમજી સોધમ, વિરોધપક્ષના નેતા નવીન ફફલ, કેળવણી નિરીક્ષક નારાણ ગઢવી,
હિતેશ મોખા, તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં સ્ટીલની
બોટલ ભેટ આપનારા ભરત ગોગરી, મહેન્દ્રસિંહ જાડેજા, સંજય ઠક્કર, પ્રણવ જોષી સહિત ઉપસ્થિત મહેમાનોનું સન્માન
કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટને સફળ બનાવવા
શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી સહદેવસિંહ જાડેજા,
કોષાધ્યક્ષ સુલેમાન લંગા, સહમંત્રી નીલેશ પરમાર,
ખજાનચી જતીન ઘેડિયા સહિત તમામ હોદ્દેદારો અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.