• ગુરુવાર, 25 જુલાઈ, 2024

દહીંસરા ખાતે ડીપીએલ કપમાં વાયએચવી સરકાર ટીમનો વિજય

દહીંસરા, તા. 9 : અહીંના અમર રામ હરિ સરોવર ક્રિકેટ મેદાન ખાતે એકદિવસીય ડીપીએલ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં વાયએચવી સરકાર ઈલેવન, એકતા ઈલેવન, બાપા સીતારામ ઈલેવન, બીબીજી ઈલેવન દહીંસરાએ ભાગ લીધો હતો, જેમાં વાયએચવી સરકાર વિરુદ્ધ એકતા ઈલેવન વચ્ચેના ફાઇનલ મુકાબલામાં વાયએચવી સરકાર ઈલેવન વિજેતા થઇ હતી. વિજેતા ટીમના કેપ્ટન ફકીરમામદ માંજોઠી અને ઉપવિજેતા ટીમના કેપ્ટન કપિલ સોલંકી તથા મેન ઓફ ધ સિરીઝ દિનેશ કોલી, બેસ્ટ બેટ્સમેન રાજીવ રબારી, બેસ્ટ બોલર કિશોર હીરાણીને ટ્રોફી આપીને નવાજવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટના મુખ્ય દાતા મીત સોલંકી રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ગામના ક્રિકેટ પ્રેમીઓએ સહયોગ આપ્યો હતો. દરેક જ્ઞાતિના લોકોએ સાથે રમીને ભાઇચારા અને એકતાની મિશાલ પ્રગટાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang