• રવિવાર, 16 જૂન, 2024

હતપ્રભ પાકિસ્તાનને આજે કેનેડા વિરુદ્ધ મોટી જીત જરૂરી

ન્યૂયોર્ક તા. 10 : અમેરિકા વિરૂધ્ધ ઉલટફેરનો શિકાર બન્યા બાદ ભારત સામેની હારથી હતપ્રભ પાકિસ્તાન ટીમે મંગળવારે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજની મેચમાં કેનેડા સામે મોટી જીત મેળવવી પડશે કારણ કે તેના પાસે હવે વધુ મેચ બચી નથી. કેનેડા બાદ તેની પાસે આયરલેન્ડ સામે આખરી લીગ મેચ રમવાનો મોકો છે. ગ્રુપ એમાં પાક. ટીમ ચોથા સ્થાને છે. તેનાથી ઉપર ભારત, અમેરિકા અને કેનેડા છે. પાક.નો નેટ રન પણ માઇનસમાં ચાલી રહ્યો છે. આથી સુપર-8 રાઉન્ડમાં પહોંચવા પાકિસ્તાને કેનેડા અને આયરલેન્ડ સામે હર હાલમાં મોટી જીત મેળવવી પડશે. સાથે એવી પણ આશા રાખવી પડશે કે અમેરિકા અને આયરલેન્ડ ટીમ ભારત સામે કારમી રીતે હાર મેળવે. હાલતમાં ત્રણેય ટીમના 4-4 પોઇન્ટ થશે અને નેટ રન રેટના આધારે સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ મળે. અમેરિકાનો નેટ રન રેટ બે જીત પછી પ્લસ 0.626 છે. આયરલેન્ડ સામેની મેચ તેના માટે નિર્ણાયક બની રહેશે. તેની સામેની અમેરિકાની જીતથી પાક.ના સુપર-8ના દરવાજા બંધ થઇ જશે. પાક.નો નેટ રન રેટ હાલ માઈનસ 0.10 છે. વર્તમાન વિશ્વકપમાં પાક ટીમનો ખરાબ દેખાવ જોવા મળી રહ્યો છે. સૌથી મોટી ચિંતા તેના બેટધરોના કંગાળ દેખાવ છે. બાબર આઝમની કપ્તાનીમાં પણ ભરોસો જોવા મળી રહ્યો નથી. કેનેડા સામે મોટી જીત માટે ટોસ જીતવાની સ્થિતિમાં બેટિંગ પસંદ કરી મોટો સ્કોર ખડકવો પડશે અને બોલરોએ ત્રાટકવું પડશે. બીજી તરફ કેનેડાનું લક્ષ્ય પાક સામે સારો દેખાવ કરવા પર હશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang