• રવિવાર, 16 જૂન, 2024

પાક સામે ભારતના અનેક વિક્રમો

ન્યૂયોર્ક, તા. 10 : ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટિ સ્ટેડિયમની કઠિન પીચ પર વરસાદગ્રસ્ત મેચમાં ભારતે પાકિસ્તાન સામે રને યાદગાર વિજય પ્રાપ્ત કર્યો હતો. લો સ્કોરિંગ મેચમાં ટીમ ઇન્ડિયાએ અનેક વિક્રમ રચ્યા હતા. રોહિતની ટીમે 119 રનના તેમના સ્કોરનો આબાદ બચાવ કરીને જીત મેળવી હતી. મેચમાં થયેલ કેટલાક રેકોર્ડ પર નજર કરીએ. ટી-20 વર્લ્ડકપમાં ભારતે પહેલીવાર તેના સૌથી ઓછા 119 રનના સ્કોરનો બચાવ કર્યો હતો. પહેલાં ભારતે 2016માં ઝિમ્બાબ્વે સામે 139 રનના સ્કોરનો બચાવ કર્યો હતો. 120 રનનું લક્ષ્ય ટી-20 ફોર્મેટમાં પાકિસ્તાન માટે બીજું ન્યૂનતમ લક્ષ્ય છે. જે હાંસલ કરવામાં તે અસફળ રહ્યંy. પહેલાં પાકિસ્તાન 2021માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 119 રનનું લક્ષ્ય હાંસલ કરી શક્યું હતું. ટી-20 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને હવે સાતમી વખત હાર આપી છે. પાક. ટીમને એકમાત્ર જીત 2021ના ટી-20 વિશ્વકપમાં મેળવી હતી. વર્લ્ડકપમાં કોઈ ટીમ સામે સૌથી વધુ જીતનો રેકોર્ડ ભારતીય ટીમનાં નામે છે. પાક. ટીમને અંતિમ 8 ઓવરમાં 48 રનની જરૂર હતી અને 8 વિકેટ હાથમાં હતી. આમ છતાં અંતમાં તેની રને હાર થઈ હતી. પહેલાં ઓસ્ટ્રેલિયા અંતિમ 8 ઓવરમાં ઇંગ્લેન્ડ સામે બાવન રન કરી શકી હતી. ટી-20 વિશ્વકપમાં એવું છઠ્ઠીવાર થયું છે કે કોઈ ટીમ ઓલઆઉટ થવા છતાં મેચ જીતી હોય. ભારતે ટી-20 વર્લ્ડકપમાં ઓલઆઉટ થયા પછી પહેલીવાર મેચ જીતી છે. 2014 બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 8 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. તમામ 8 મેચમાં ટોસ જીતનાર ટીમે પહેલા બોલિંગ પસંદ કરી છે. જેમાં સાત મેચમાં તેનો વિજય થયો છે, પણ રવિવારે પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને હાર સહન કરી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang