• રવિવાર, 16 જૂન, 2024

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભમાં માધાપરની છાત્રાને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

ભુજ, તા. 10 :  હિંમતનગરના ભોલેશ્વર સાબર સ્ટેડિયમમાં રાજ્ય કક્ષાની સ્વામિંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી અંડર 11- 14- 17 તેમજ એબોવ 40 અને 60ના કુલ ત્રણ હજાર તરવૈયાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં શિક્ષક દંપતીની ધોરણ 10માં અભ્યાસ કરતી માધાપરની હિમધી ગિરીશભાઈ ચૌહાણે 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જ્યારે 4ડ્ઢ100 મીટર મિડલે રિલે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થવા બદલ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના `સમાજરત્ન' વિનોદભાઈ પી. સોલંકી અને મહાસભાના કાર્યકારી પ્રમુખ ડો. મનોજભાઈ પી. સોલંકી અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રાસિંહ વાઘેલાએ બિરદાવી અને ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang