• બુધવાર, 13 નવેમ્બર, 2024

કામરાન અકમલે પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા. 10 : વિશ્વકપમાં પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ ખરાબ રહી છે. પાકિસ્તાની ટીમને અમેરિકા તથા ભારત સામે શરમજનક હાર મળી હતી. હાર બાદ પાકિસ્તાની ટીમની દરેક જગ્યાએ આલોચના થઈ રહી છે. પૂર્વ ક્રિકેટરોએ અમેરિકા સામેની હારને પાકિસ્તાન માટે કાળો દિવસ ગણાવ્યો વછે. પૂર્વ ખેલાડી કામરાન અકરમ એક શો દરમિયાન ભાવુક થયો હતો અને બાબર આઝમનાં નેતૃત્વની ટીમની આકરી ટિકા કરી હતી.  કામરાને શોમાં કહ્યું હતું કે વિરોધી ટીમની ગુણવત્તા જેવી પણ હોય, પાકિસ્તાનની ટીમની માનસિકતા બદલાતી નથી. પાકિસ્તાનમાં ઘરેલુ ક્રિકેટનું સ્તર પણ નબળું થયું છે. કામરાન અકમલે કહ્યું હતું કે, પહેલાં નંબરની ટીમ હોય કે 15મા અથવા 17મા ક્રમની ટીમ. ટીમની માનસિકતામાં બદલાવ આવતો નથી. પોતે લકી છે કે જે ખેલાડી સાથે તે રમ્યો છે તે પેશનથી રમતા હતા. જો કે આજે સ્થિતિ અલગ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang