• શનિવાર, 27 જુલાઈ, 2024

દીપ્તિ જીવનજીએ 400 મીટર ટી-20 રેસમાં વિશ્વ વિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો

કોબે (જાપાન), તા.20: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 400 મીટર ટી-20 રેસમાં પપ.07 સેકન્ડના વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. દિપ્તીએ અમેરિકી ખેલાડી બ્રિયાના ક્લાર્કનો પપ.12 સેકન્ડનો રેકોર્ડ તોડયો છે. જે તેણીએ ગયા વર્ષે પેરિસ પેરા ઓલિમ્પિકમાં બનાવ્યો હતો. હવે ભારતની દિપ્તી જીવનજીએ જાપાનમાં વર્લ્ડ પેરા એથ્લેટિકમાં નવો વિશ્વ વિક્રમ તેનાં નામે કર્યો છે. સ્પર્ધાનો સિલ્વર મેડલ તૂર્કીની ખેલાડી એસિલ ઓંડેરાએ પપ.19 સેકન્ડ સાથે જીત્યો હતો જ્યારે ઇક્વાડોરની ખેલાડી લિજાંશેલા એંગુલો 6.68 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલની હકદાર બની હતી. ટી-20 રેસ બૌદ્ધિક રૂપથી અક્ષમ ખેલાડીઓ માટે હોય છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના યોગેશ કથુનિયાએ પુરુષ વર્ગના એફ 6 વર્ગના ડિસ્કસ થ્રોમાં 41.80 મીટર સાથે રજત ચંદ્રક જીત્યો હતો. ભારત અત્યાર સુધીમાં એક સુવર્ણ, એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang