• રવિવાર, 16 જૂન, 2024

કોલકાતા સામે આક્રમક રણનીતિ સાથે ઉતરશું: કલાસેન

અમદાવાદ, તા.20: સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર-બેટર . આફ્રિકી ખેલાડી હેનરિક કલાસેનનું કહેવું છે કે તેની ટીમ પહેલી ક્વોલીફાયર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સકારાત્મક ઈરાદા સાથે ઉતરશે. કલાસેન તેના ફોર્મ વાપસીથી પણ ખુશ છે. પાછલી મેચમાં તેણે પંજાબ સામે 42 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કલાસેનનું માનવું છે કે હૈદરાબાદનાં મેદાનમાં મેચમાં જે કેટલાક શોટ ફટકાર્યા એથી તેના ચહેરા પર સ્મિત પરત ફર્યું છે. કલાસેને કહ્યંy પાછલી કેટલાક મેચથી હું સારી રીતે હિટ કરી શકતો હતો. આથી હું નેટમાં ગયો અને સમસ્યા શું છે તે સમજયો. હવે પંજાબ સામેની ઇનિંગમાં સારી હિટ લગાવી આથી મારા ચહેરા પર મુસ્કાન આવી. કલાસેન સીઝનની પહેલી 6 ઇનિંગમાં 199ની સ્ટ્રાઇક રેટથી 23 રન કર્યા હતા. પછીની 6 ઇનિંગમાં તે 18ની સ્ટ્રાઇક રેટથી 128 રન કરી શક્યો હતો.  પોતાના ખરાબ ફોર્મ વિશે કલાસેને કહ્યંy હું દડાને જોયા વિના હિટ કરી રહ્યો હતો અને વધુ ફૂટવર્કનો ઉપયોગ કરતો હતો. હવે તેમાં સુધારો કર્યો છે. અમે કોલકતા સામે ફરી એકવાર આક્રમક રણનીતિ સાથે ઉતરશું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang