• બુધવાર, 22 મે, 2024

મુંદરામાં શ્રીમાળી સોની સમાજની બોક્ષ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

ભુજપુર (તા. મુંદરા), તા. 11 : મુંદરા ખાતે શ્રીમાળી સોની સમાજ, મુંદરા વાઘેશ્વરી યુવક મંડળ આયોજિત સ્વ. સોની બાબુલાલ દામજી ચાંપાનેરિયા સ્મૃતિ કપ 2024 બોક્ષ ક્રિકેટ ટૂર્નામેન્ટ  યોજાઇ હતી. ટૂર્નામેન્ટમાં પુરૂષ તેમજ બહેનોની ટીમે ભાગ લીધો હતો. પુરૂષ વિભાગની ફાઇનલ મેચમાં રામેશ્વર ટીમ સામે ઓમકારેશ્વર ટીમે 60 રનથી જીત મેળવી હતી. લેડીઝ વિભાગમાં ધુષ્ણેશ્વર ટીમ સામે વેજનાથ ટીમએ ત્રણ વિકેટથી જીત મેળવી હતી. બંને ટીમમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓ તેમજ મુખ્ય દાતા પરિવારના જશવંતીબેન બાબુલાલ ચાંપાનેરીયા, રાજેશ બાબુલાલ ચાંપાનેરિયા તેમજ ટૂર્નામેન્ટમાં આર્થિક સહયોગ આપનાર અન્ય દાતાઓનું સન્માન થયું હતું. સમાજના પ્રમુખ કિરીટભાઈ સોની, મહિલા મંડળ પ્રમુખ દીપ્તિબેન ચાંપાનેરિયા, યુવક મંડળ પ્રમુખ વિશાલ પાટડીયા, અશ્વિનભાઈ ઝીંઝુવાડીયા, રાજેન્દ્ર પાટડીયા, કૃષ્ણકાંત આડેસરા, જયેશ પાટડીયા, વિપુલ પાટડીયા, રાજેશ વાડીલાલ તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. યુવક મંડળ પ્રમુખ વિશાલ પાટડીયાના નેતૃત્વ હેઠળ મોહિત પાટડીયા, વિવેક પાટડીયા, જય પાટડીયા, હાર્દિક સોની, રાહુલ ચાંપાનેરિયા, ધર્મેશ કોઢીયા, અમર  ચાંપાનેરિયા તેમજ યુવક મંડળની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. કોમેન્ટેટર તરીકે મિતેષ કોઢીયા રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang