• શનિવાર, 27 જુલાઈ, 2024

બેંગ્લોર પર મુંબઇની ધાક જમાવતી જીત

મુંબઇ, તા. 11 : ફોર્મમાં પરત આવી ચૂકેલા મુંબઇએ આજે બેંગ્લોર પર 7 વિકેટે ધાક જમાવતી જીત મેળવી હતી. જસપ્રીત બુમરાહ (21 રનમાં પાંચ વિ.)ની શાનદાર બોલિંગ છતાં આરસીબીએ  દિનેશ કાર્તિકના 23 દડામાં 53 (અણનમ), ડુ પ્લેસિના 61 અને રજત પાટીદારના 26 દડામાં 50ની મદદથી 196નો મજબૂત સ્કોર બનાવ્યો હતો પણ એમઆઇના  બેટધરોએ  રનઝંઝાવાત સર્જ્યો હતો  અને 15.3 ઓવરમાં લક્ષ્ય પાર પાડયું હતું. સૂર્યકુમાર 19 દડામાં ચાર છગ્ગા સાથે વિસ્ફોટક 2, ઇશાન કિશને 34 દડામાં પાંચ સિકસર સાથે 69 રન ઝૂડી કાઢ્યા હતા. કિશન અને રોહિતે (24 દડામાં 38) પહેલી વિકેટ માટે 8.5 ઓવરમાં 101 રન ફટકાર્યા હતા. ત્યારબાદ `સ્કાય' ઝળક્યો હતો. હાર્દિકે દડામાં ત્રણ છગ્ગા સાથે 21 રન (અણનમ) ઝુડયા હતા. અગાઉ જસપ્રીત બુમરાહની કાતિલ બોલિંગ (21 રનમાં વિકેટ) છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ પીંચ હિટર દિનેશ કાર્તિકના ડેથ ઓવરોમાં ફટકાબાજીથી મુંબઇ ઇન્ડિયન્સ સમક્ષ 197 રનનો પડકારરૂપ વિજય લક્ષ્યાંક મૂકવામાં સફળ રહ્યંy હતું. કપ્તાન ફાફ ડુ પ્લેસિ, રજત પાટીદાર  અને ફિનિશર દિનેશ કાર્તિકની આક્રમક અર્ધસદીની મદદથી સમયાંતરે પડતી વિકેટો વચ્ચે આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 196 રનનો સંગીન સ્કોર નોંધાવ્યો હતો. આખરી પાંચ ઓવરમાં દિનેશ કાર્તિકે વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તેણે માત્ર 23 દડામાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાથી આકર્ષક અને આક્રમક 3 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. કાર્તિકે નજાકત સાથે સ્કૂપ શોટ ફટકારીને વિકેટ પાછળ એક ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા, જે વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ષણીય બની રહ્યા હતા. કાર્તિકે ઇનિંગ્સની આખરી ઓવરમાં બે છગ્ગા અને 1 ચોગ્ગાથી 19 રન ઝૂડીને આકાશ મધવાલની ધોલાઇ કરી હતી. આરસીબીએ આખરી પાંચ ઓવરમાં 66 રનનો ઉમેરો કર્યો હતો. મુંબઇએ ટોસ જીતી ફાલ્ડિંગ પસંદ કરી હતી. આરસીબી સ્ટાર વિરાટ કોહલી (3) બુમરાહનો પહેલો શિકાર બન્યો હતો. વિલ જેકસ આઠ રને આઉટ થયો હતો. પછી કપ્તાન પ્લેસિ અને રજત પાટીદાર વચ્ચે 47 દડામાં 82 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પાટીદારે આખરે ફોર્મ ઝળકાવીને 26 દડામાં ત્રણ ચોગ્ગા- ચાર છગ્ગાથી 0 રન કર્યા હતા. કપ્તાન ફાક ડુ પ્લેસિએ એક છેડો સાચવી 40 દડામાં ચાર ચોગ્ગા-ત્રણ છગ્ગાથી 61 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. લોમલોર ઝીરોમાં, સૌરવ ચૌહાણ નવ રને અને વિજયકુમાર બે રને બુમરાહના શિકાર થયા હતા. બુમરાહે ચાર ઓવરમાં ફકત 21 રન આપી પાંચ વિકેટ લીધી હતી. આકાશ મધવાલ ધોવાયો હતો. તેણે 7 રનમાં એક વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang