• બુધવાર, 22 મે, 2024

પાવર પ્લેમાં સુસ્ત બેટિંગને લીધે હૈદરાબાદ સામે હાર મળી : ધવન

ચંદિગઢ, તા.10 : સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની બે રનની સાંકળી હાર બાદ પંજાબ કિંગ્સના કપ્તાન શિખર ધવને સ્વીકાર્યું કે પાવર પ્લેની 6 ઓવરનો અમે ફાયદો લઈ શક્યા નહીં, આથી લક્ષ્યનો પીછો થયો નહીં અને અંતે હાર મળી. પંજાબ કિંગ્સ તરફથી ફરી એકવાર બે અનકેપ્ડ બેટર્સ શશાંક સિંહ (અણનમ 46) અને આશુતોષ શર્મા (અણનમ 33) અંતમાં આક્રમક ઇનિંગ્સ રમી, પણ પોતાની ટીમને હારથી બચાવી શક્યા નહીં. મેચ બાદ પંજાબના કપ્તાન ધવને જણાવ્યું કે પાવર પ્લેની 6 ઓવરમાં અમારી બેટિંગ સુસ્ત રહી અને વિકેટો પણ ગુમાવી. જે હારનું મુખ્ય કારણ બની રહી. શશાંક અને આશુતોષે ફરી એકવાર મોરચો સંભાળ્યો, પણ અમે લક્ષ્ય આંબી શક્યા નહીં. આખરી ઓવરમાં પંજાબને 26 રનની જરૂર હતી. જયદેવ ઉનડકટરની ખરાબ બોલિંગનો ફાયદો લઈને શશાંક-આશુતોષે મળીને 3 છગ્ગાથી 26 રન ફટકાર્યા હતા. હૈદરાબાદના 182 રન સામે પંજાબના 180 રન થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang