• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

આઈપીએલના આરંભે ચેન્નાઈ વિ. બેંગ્લોરની ટક્કર

મુંબઈ તા.22 : આઇપીએલ-2024 સિઝનની 21 મેચનું શેડયૂલ આજે જાહેર થયું છે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને આઇપીએલની પૂરી સિઝનનું શેડયૂલ જાહેર કરાયું નથી. બાકીનો કાર્યક્રમ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બહાર પાડવામાં આવશે. આઇપીએલની સિઝનની પહેલી મેચ તા. 22 માર્ચે વર્તમાન ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાશે.  પહેલા તબકકે 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. દરમિયાન 17 દિવસમાં 21 મેચ રમાશે. જેમાં 4 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) હશે. સીએસકે ટીમ નવમીવાર સિઝનની પહેલી મેચ રમશે. તેના નામે ખિતાબ છે અને 10 ફાઇનલ મુકાબલા રમી ચૂકી છે. આઇપીએલની મેચો વખતે વિશાખાપટ્ટનમ, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇ, કોલકતા, અમદાવાદ, મોહાલી, બેંગ્લુરુ, ગુવાહાટી, લખનઉ અને ધર્મશાલા ખાતે રમાશે. રાજકોટની ફરી બાદબાકી થઇ છે.  આઇપીએલની ફાઇનલ લગભગ 26 મેના દિવસે રમાશે. જેના પાંચ દિવસ પછી ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. વખતે ચાર પ્લેઓફ મેચ સહિત કુલ 74 મેચ રમાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang