• શનિવાર, 27 જુલાઈ, 2024

શમી ઇજાને લીધે આઇપીએલની બહાર

નવી દિલ્હી, તા. 22 : ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી ડાબા પગની પેનીની ઇજાને લીધે આઇપીએલની પૂરી સીઝનની બહાર થઇ ગયો છે. જૂનમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપમાં પણ તે વાપસી કરી શકશે નહીં. શમી ઇજાની સર્જરી માટે ટૂંક સમયમાં ઇંગ્લેન્ડ જશે. આઇપીએલમાંથી શમીનું બહાર થવું ગુજરાત ટાઇટન્સ ટીમ માટે મોટો ફટકો છે. ટીમનો નવો કેપ્ટન શુભમન ગિલ છે. જ્યારે જૂનો સુકાની હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં ગયો છે. વન ડે વર્લ્ડ કપ બાદથી શમી મેદાન બહાર છે. ઇજાને લીધે શમી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો પણ હિસ્સો બની શક્યો નથી. તેની છેલ્લી મેચ નવેમ્બર-23માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વર્લ્ડ કપની ફાઇનલ હતો. શમીએ આઇપીએલ કેરિયરમાં 110 મેચમાં 127 વિકેટ લીધી છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે શમી પાસે હવે ઓપરેશન કરવવા સિવાયનો કોઇ વિકલ્પ નથી. તે ટૂંક સમયમાં સર્જરી માટે બ્રિટન જશે. તેનું લક્ષ્ય ઓકટોબર-નવેમ્બરમાં બાંગલાદેશ-ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરવાનું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang