• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

આજથી ડબ્લ્યુપીએલની બીજી સિઝન

બેંગ્લુરુ, તા.22 : વીમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સિઝનનો શુક્રવારથી પ્રારંભ થશે. ગત સિઝનની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ઉપવિજેતા ટીમ દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઉદ્ઘાટન મેચમાં ટક્કર થશે. વખતે ટીમ મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ અને યૂપી વોરિયર્સ વચ્ચે ટકકર થશે. ટૂર્નામેન્ટના તમામ મેચ બેંગ્લુરુ અને નવી દિલ્હી ખાતે રમાશે. કુલ 22 મેચ રમાશે. પાંચેય ટીમ એક-બીજા વિરુદ્ધ બે-બે લીગ મેચ રમશે. પછી નોકઆઉટ રાઉન્ડની મેચ રમાશે. જે તમામ દિલ્હી ખાતે રમાશે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો તા. 17 માર્ચે દિલ્હીમાં રમાશે. ડબ્લ્યુપીએલના ઉદ્ઘાટન સમારંભમાં બોલિવૂડના મોટા સ્ટારનો જમાવડો રહેશે તેવી જાહેરાત થઈ છે. અહેવાલ અનુસાર શાહરૂખ ખાન ઉપરાંત વરુણ ઘવન, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને સિદ્ધાર્થ મલ્હોત્રા દર્શકોનું મનોરંજન કરશે. ડબ્લ્યૂપીએલની ઉદઘાટન સમારોહ શુક્રવારે સાજે 6-30થી શરૂ થશે. ડબ્લ્યુપીએલમાં વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાની સૌથી વધુ 13 ખેલાડી છે. જેમાંથી ત્રણ તો કેપ્ટન છે. બેન મૂની ગુજરાત જાયન્ટસ, એલિસા હિલી યૂપી વોરિયર્સ અને મેગ લેનિંગ દિલ્હી કેપિટલની કેપ્ટન છે. બે ભારતીય કેપ્ટન તરીકે હરમનપ્રિત કૌર (મુંબઈ ઇન્ડિયન્સ) અને સ્મૃતિ મંધાના (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang