• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

ગુરુનાનકનું જીવન એકતા અને સમાનતા માટે સમર્પિત હતું

ભુજ, તા. 6 : શહેરના એરપોર્ટ રોડને અડીને આવેલ સાધસંગત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવના 554મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુગ્રંથ સાહેબ પાસે ભજન-કીર્તન અને ગુરુવાણી રજૂ કરાઈ હતી. શીખ ધર્મના ગુરુઓએ ગુરુનાનકનું જીવન પ્રેમ, એકતા, સમાનતા અને ભાઈચારા માટે સમર્પિત હતું તેવો સંદેશ અપાયો હતો. શહેરના વિવિધ વિસ્તારો અને કચ્છમાંથી મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો ઊમટી પડયા હતા. શીખ સેવાદારોએ શ્રદ્ધા અને પ્રેમ સાથે અહીં યોજાયેલ લંગરની સેવામાં સહયોગ આપ્યો હતો. ગુરુદ્વારા સંચાલન સમિતિનના અગ્રણી સતવિન્દર સિંહ, નિર્મલજિત સિંઘ, સેક્રેટરી જગરૂપ સિંહ સહિતે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.  

Youtube Live

Budget 2024 LIVE

Panchang