• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ભુજની સંસ્થાઓ દ્વારા દિવાળીના પાંચેય દિવસ સેવાકાર્યો ચાલુ રહેશે

ભુજ, તા. 4 : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોના ઘરે પણ દિવાળીની ખુશીઓ પહોંચે તેવા આશય સાથે સેવાકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ અભિયાનના ચોથા રાઉન્ડમાં ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ભૂંગા અને ઝૂંપડાંમાં રહેતા શ્રમજીવી પરિવારો, એકલા-અટૂલા રહેતા વૃદ્ધો તેમજ આર્થિક સંકડામણને કારણે પોતાની જરૂરિયાતો કોઈની પાસે માંગી પણ ન શકતા પરિવારો સુધી વિવિધ વસ્તુઓ અને જીવનજરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. વિતરણ વ્યવસ્થામાં દર્શકભાઈ અંતાણી, અંકિતાબેન ધોકાઈ, નર્મદાબેન ગામોટ, નરેન્દ્રભાઈ સ્વાદિયા, મનજીભાઈ ગામોટ, નયનભાઈ શુક્લા સહિતના સેવાભાવીઓ જોડાયા હતા.  દિવાળીના પાંચેય દિવસ સેવાકાર્યોનું આયોજન કરાશે તેવું યાદીમાં જણાવાયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd