• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

સરહદ પર માતૃભૂમિની રક્ષા કરતા જવાનો સાથે પોલીસવડાએ દિવાળી ઉજવી

ગાંધીધામ, તા. 4 : દિવાળી અને નુતનવર્ષના પવિત્ર તહેવારો દરમ્યાન સમગ્ર દેશ ઉજવણીમાં મગ્ન હોય છે ત્યારે ઘર પરિવારથી દૂર રહીને સિમા પર દેશની રક્ષા કરતા આર્મી અને સિમા સુરક્ષા દળના જવાનોના કારણે દેશવાસીઓ શાંતિથી તહેવારો ઉજવી શકે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ કચ્છના પોલીસ વડાએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. સરહદ પર ખડેપગે ફરજ બજાવતા જવાનોને તહેવારોમાં એકલવાયાપણુ ન લાગે અને તેઓ પણ ઉજવણીમાં સહભાગી બની શકે તેવા ઉમદા હેતુથી પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારએ રાપર તાલુકાના સરહદી વિસ્તારો બેલા, મૌઆણા, કૂડા, લોદ્રાણી અને ધોળાવીરામાં આવેલી સીમા સુરક્ષા દળની ચોકીઓની મુલાકાત લીધી હતી. બી.એસ.એફ.ની 21મી બટાલિયન ખાતે પોલીસ વડા પહોંચ્યા હતા.તેમણે જવાનોને મોં મીઠું કરાવીને દિવાળી તથા નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અને દેશના ખરાવીર જવાનો સાથે તહેવાર ઉજવવાનું સૌભાગ્ય મળ્યું હોવાનું તેમણે કહ્યું હતું. દેશના જવાનો તથા પોલીસકર્મીઓ તહેવારોના સમયે પણ દેશની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાત દિવસ ફરજ બજાવતા હોય છે. આવા સમયે તેમણે પરિવારથી દૂર હોવાનો અહેસાસ ન થાય અને એકલવાયું ન લાગે તે માટે તેમની સાથે તહેવાર ઉજવવો એ અમારા માટે સૌભાગ્યની વાત હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમની સાથે ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા, બાલાસર પી.આઈ. એમ. જી. પરમાર, બી.એસ.એફ. ઈન્સ્પેક્ટર રાધેક્રિષ્ના તથા બંધનસિંહ વગેરે જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd