• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

બાલાસર ગામે દાદા જગાજીના ધામે ભાતીગળ મેળો યોજાયો

બાલાસર, તા. 26 : બાલાસર ગામે દાદા જગાજીના ધામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં બાલાસર સહિત આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે રાપર તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજા દ્વારા સ્ટેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાપર તાલુકા પંચાયતના પ્રમુખ તથા રાપર નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય એ સ્ટેજના નિર્માણ માટે રૂ. 5 લાખની રકમ ફાળવી હતી.મેળા દરમિયાન દિવસભર સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જાણીતા કલાકારો વાલભા ગઢવી અને શ્રુતિબેન દુધરેજિયાએ પોતાની આગવી શૈલીમાં રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન રૂ. 9 લાખ જેટલી ઘોર  થઈ હોવાનું જણાવાયું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન દાદા જગાજી વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાલાસર ગામના આગેવાનો, સરપંચ પ્રતિનિધિ તેમજ મુંબઈ અને સુરત ખાતે વસતા બાલાસર ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રદ્ધા, ભક્તિ અને લોકસંસ્કૃતિના અનોખા સંગમ સમા આ મેળામાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd