• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

યોજનાઓનો લાભો મળે છે ને, ફરિયાદ હોય તો કહો : મુખ્યમંત્રી

ગાંધીધામ, તા. 26 : સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે કામ કરી રહી છે. સેવાસેતુ જ સેવા કાર્યક્રમો દ્વારા સરકાર લોકોના આંગણે જઈને કામો કરે છે અને કોઈ નાગરિક સરકારી સેવાઓથી વંચિત ન રહે અને છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ મળે તેવો સંકલ્પ છે અને યોજનાઓનો લાભ મળે છે ને, જો કોઈ ફરિયાદ હોય તો કહો તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  ગાંધીધામના સેવાસેતુમાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરતાં કહ્યું હતું.  મુખ્યમંત્રી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત 12મા તબક્કાના પ્રથમ સેવાસેતુમાં સહભાગી થયા હતા. મામલતદાર તથા આરોગ્ય વિભાગ તથા પીજીવીસીએલ અને આઈસીડીએસ સહિતના સ્ટોલની મુલાકાત લઈને અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચાઓ કરી હતી અને ત્યાર પછી અલગ-અલગ યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા. તેમની સાથે ચર્ચા કરીને સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે ને, જો ન મળતો હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો કહો, જેથી સમસ્યાનું સમાધાન આવી શકે છે તે સહિતની ચર્ચાઓ કરી હતી. ત્યાર પછી અલગ-અલગ લાભાર્થીઓને સહાયના હુકમો તથા મંજૂરીપત્રોનું વિતરણ પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગોને સાધનસહાય અર્પણ કરી હતી. આ સેવાસેતુમાં અલગ-અલગ વિભાગોની અલગ-અલગ યોજનાઓની 1117 અરજી આવી હતી અને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થિત આયોજન કરાયું હતું અને લોકોને એક જ જગ્યાએથી સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાસંદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, વીરેન્દ્રાસિંહ જાડેજા, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ શહેર પ્રમુખ કલ્પેશ પટેલ, નંદુભાઈ ગોયલ સહિત પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd