• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

કચ્છ યુનિમાં 121 તુલસી રોપાનું વાવેતર કરાયું

ભુજ, તા. 25 : કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટીના સહયોગથી 121 તુલસી રોપાનું વાવેતર કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો મોહન પટેલના માર્ગદર્શનમાં કુલસચિવ ડો અનિલ ગોર, રોટરી વોલસિટીના પ્રમુખ ડો અભિનવ કોટક તથા રોટરી વોલસિટી ક્લબ અને યુનિવર્સિટીના સભ્યો દ્વારા કરાયું હતું.  યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ અને  થેલેસેમિયા જાગૃતિ અંગેના કરેલા પરિપત્ર અન્વયે કુલસચિવનું સન્માન કરાયું હતું. બંને સંસ્થાએ પરસ્પર સંકલન કરી વૃક્ષારોપણ તથા થેલેસેમિયા ઉપરાંત અન્ય સમાજ ઉપયોગી તથા શિક્ષણલક્ષી કાર્યોમાં પરસ્પર સહયોગ કરવા નેમ વ્યક્ત કરી હતી. સંકલન ડો. અમર મહેતાએ કર્યું હતું. રોટરી વોલસિટીના જીત મોતા, હર્ષદ હાલાણી, હિતેન્દ્ર મકવાણા, ધીરેન પાઠક, હિતેશ સોની, હિતેન જોશી તથા કચ્છ યુનિવર્સિટીના ડો. કાશ્મીરા મહેતા, ડો ધર્મેન્દ્ર બકરાણિયા, ડો. કનિષ્ક શાહ, ડો પંકજ ઠાકર, ડો નંદલાલ છાંગા, ડો અલ્પેશ કોતર, ડો. મૃગેશ ત્રિવેદી, ડો. જિજ્ઞેશ તાળા, ડો. ચિરાગ પટેલ, ડો. રામ સોંદરવા, ડો. હર્ષદ નિર્મલ, ડો. થાનકી, ચિરાગ સાવલિયા તથા અન્યો જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd