• રવિવાર, 21 જૂન, 2026

અંજારમાં વસ્તી ગણતરીની 100 ટકા કામગીરી : 25 ગણતરીદારનું સન્માન

અંજાર, તા. 20 : અહીંની છ નગરપાલિકા દ્વારા વસ્તી ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ કરનારા 25 ગણતરીદારનું  વિશેષ બહુમાન કરાયુ હતું. રાષ્ટ્રીય વસ્તી ગણતરી અભિયાન અંતર્ગત અંજાર નગરપાલિકા વિસ્તારમાં સોંપાયેલી કામગીરીને સમયમર્યાદામાં અને સુચારુ રૂપે પૂર્ણ કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ જિલ્લા નોડલ અધિકારી  શિવાનંદ શુક્લા તથા અંજાર નગરપાલિકાના મુખ્ય અધિકારી તુષાર ઝાલરિયા દ્વારા  100 ટકા કામગીરી પૂર્ણ કરનારા કર્મવીરોનું પ્રમાણપત્ર સાથે  અભિવાદન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન કરતા ફિલ્ડ ટ્રેનર અને સુપરવાઈઝર નિકુંજ ઠક્કર અને આભારવિધિ ફિલ્ડ ટ્રેનર અને સુપરવાઈઝર કાસમભાઈ કુંભારે કરી હતી. 

Panchang

dd