અંજાર, તા. 10 : છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી શહેર સુધરાઇમાં
શાસનની ધૂરા સંભાળતી સુધરાઇની આગામી ચૂંટણી માટે સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા 36 સીટ ધરાવતી નવ વોર્ડ માટેની
જાહેર કરાયેલી યાદીમાં ગત બોડીમાં ચૂંટાયેલા 35માંથી 11 જણને પુન:
ચૂંટણી લડવા માટે પસંદ કર્યા છે. અલબત્ત, અમુક ઉમેદવારોના વોર્ડની ફેરબદલી કરાઇ છે, જ્યારે 25 નવા ફ્રેશ ઉમેદવારોની પસંદગી
કરાઇ છે. પુન: પસંદગી કરાયેલા ઉમેદવારોમાં સુધરાઇમાં કારોબારી સમિતિના ચેરમેન પદે રહેલા
પાર્થ કે. સોરઠિયા, ડાયાલાલભાઇ
મઢવી, પ્રીતિબેન શૈલેષ માણેક, સુધરાઇના
પ્રમુખ રહેલા લીલાવંતીબેન પ્રજાપતિ, શાસક પક્ષના નેતા નીલેશભાઇ
ગોસ્વામી તેમજ સુધરાઇના દંડકના હોદ્દા પર રહેતા કલ્પનાબેન ગોર, નીતાબેન ઠક્કર, કુંદનબેન જેઠવા, કંચનબેન બાંભણિયા, વિનોદભાઇ ચોટારા તેમજ હર્ષાબેન ગોહિલની
પુન: પસંદગી કરાઇ છે, જ્યારે આ સુધરાઇની ચૂંટણીમાં 25 નવા ચહેરાને તક અપાઇ છે તે
આ મુજબ છે. વોર્ડ નંબર-1 : કુંદનબેન
મનસુખભાઇ જેઠવા (મિત્રી)
ધનબાઇ રણમલ ગઢવી
ડાયાભાઇ ડુંગર મઢવી
જયેશભાઇ કેશવજીભાઇ બલદાણિયા
વોર્ડ નંબર-2 : ધર્મિષ્ઠાબેન સામજી ખાંડેકા
સંદીપાબેન વસંતભાઇ સાકરિયા
તેજપાલ મેઘજીભાઇ લોચાણી
ગિરીશ મહેશ પરમાર
વોર્ડ નંબર-3 : તારાબેન પ્રકાશ રોશિયા
પ્રીતિબેન શૈલેશભાઇ માણેક
અલ્પેશ રમેશ દરજી
પ્રકાશ રતિલાલ લોદરિયા
વોર્ડ નંબર-4 : લીલાવતીબેન દિલીપભાઇ પ્રજાપતિ
તૃપ્તીબેન આહીર
અનિલકુમાર દેવજીભાઇ પ્રજાપતિ
લખધીરસિંહ નરેન્દ્રસિંહ ચૂડાસમા
વોર્ડ નંબર-5 : હર્ષાબેન કિરણ ગોહીલ
કુંદનબા ભૂરુભા જાડેજા
કિરણ મહાદેવભાઇ આહીર
અમિત જયસુખલાલ વ્યાસ
વોર્ડ નંબર-6 : મમતાબેન હરીશ વેગડ
કલ્પના પરેશ ગોર
આનંદ વિજય પલણ
અજયસિંહ નરપતસિંહ ઝાલા
વોર્ડ નંબર-7 : નીતા પુનિત ઠક્કર
ફરીદા મામદ કુંભાર
આશિષ ચત્રભુજ ઉદવાણી
નીલેશભાઇ મોરારગર ગુંસાઇ
વોર્ડ નંબર-8 : કંચનબેન હરસુરભાઇ બાંભણિયા
શાંતિબેન જયરામ કોલી
વિનોદ કાનજી ચોટારા
અકબર કાસમ કુંભાર
વોર્ડ નંબર-9 : હર્ષાબેન યોગેશભાઇ ચોટારા
(સોરઠિયા)
સોનલ તેજસ મહેતા
પાર્થ કૃષ્ણલાલ સોરઠિયા
પરેશ ધનજીભાઇ માલસતર