• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

કોડાયના ભજિયા-ગાંઠિયાનો સ્વાદ ચાખવા દૂર-દૂરથી શોખીનો આવે છે

જીવરાજ ગઢવી દ્વારા : કોડાય (તા. માંડવી), તા. 25 : કચ્છ-ગુજરાત વિવિધ વાનગીઓ અને ખાણીપીણી માટે જગવિખ્યાત છે, ત્યારે કચ્છ તેના અલગ જ વ્યંજન અને તેના સ્વાદ માટે જાણીતું છે. માંડવીના કોડાય ગામે વર્ષોથી બનતા ભજિયા-ગાંઠિયાનો સ્વાદ અનેક શોખીનો  ચાખી ચૂક્યા છે. વેપારી રાજેશ વીરજી ઠક્કર અને દિનેશ વીરજી ઠક્કર અલગ નામના મેળવી જાણીતા બન્યા છે. ફરસાણના વેપારી રાજેશભાઈ દ્વારા તૈયાર થતાં ભજિયાએ અનેક લોકોને ઘેલું લગાડયું છે અને સ્વાદપ્રેમીઓ દૈનિક ભજિયા આરોગવા કોડાય આવે છે. કચ્છભરના ગ્રાહકો તેમજ પર્યટકો પણ કોડાયના ભજિયા માટે પૂછા કરે છે. ઉપરાંત તેમના ગાંઠિયા તેમજ ફરસાણ પણ સ્થાનિક ઉપરાંત કચ્છ-ગુજરાત અને દેશભરમાં પહોંચે છે. સાંજ પડે ને ગ્રાહકોની લાઈનો લાગે છે તેમજ અધિકારી વર્ગમાં પણ અહીંના ભજિયા-ગાંઠિયા ખૂબ પ્રિય છે. વીરજીભાઈના પરિવાર દ્વારા સંત બરસાતગિરિ બાપુના આશિષથી અનેક સેવાકીય કાર્યો હાથ ધરાય છે. સામાજિક-ધાર્મિક ઉપરાંત કોડાય અને આસપાસના વિસ્તારનાં ગામો માટે ચારો, કુતરાને રોટલા જેવી જીવદયાની પ્રવૃત્તિ પણ કરાય છે.  ગામના પ્રવેશદ્વાર પાસે પાણીની પરબ પણ બનાવાઈ છે. શિવશક્તિ ફરસાણના ગાંઠિયા લંડન, કેન્યા, મુંબઈ સહિતના સ્થળે જાય છે અને 16 જેટલા પરિવારને રોજીરોટી પણ પૂરી પાડવામાં આવે છે. ગામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હોય તેમાં પણ આ પરિવાર હરહંમેશ અગ્રેસર રહે છે.

Panchang

dd