• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

મુંદરામાં મહિલા પોલીસની પ્રમાણિકતા

મુંદરા, તા. 25 :  મુંદરા પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની `તેરા તુજકો અર્પણ' સૂત્ર સાર્થક કરવાની સૂચના અનુસાર તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. તેમાં પ્રમાણિકતાનો દાખલો એક બહાર આવ્યો છે. યાદી મુજબ, એક કાનમાં પહેરવાની સોનાની કડી તથા ચાંદીનુ બ્રેસલેટ તથા રોકડ રૂા.1500 સાથે એક પર્સ મળી કુલ અંદાજે રૂા.1,00,000ની કિંમતનો મુદ્દામાલ મુંદરા પોલીસ સ્ટેશનનાં મહિલા પો. કોન્સ. રેખાબેન ચૌધરીને રસ્તામાંથી બિનવારસુ મળી આવ્યો હતો, જેના માલિકને સમયમર્યાદામાં શોધી કાઢી તમામ વસ્તુઓની માલિકીની ખરાઇ કરીને પરત આપી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના `તેરા તુજકો અર્પણ' સૂત્રને સાર્થક કર્યું હતું.

Panchang

dd