• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

મુંદરાના વિદ્યાર્થીને પીડીપીયુમાં એમ. ટેક. માં ગોલ્ડ મેડલ

મુંદરા, તા. 25 : અહીંના વિદ્યાર્થી રિશિકેત સંપતે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગરમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનીયારિંગ એન્ડ મેનેજમેન્ટ સાથે એમ. ટેક. (માસ્ટર ઓફ ટેક્નોલોજી)માં  9.901 સીજીપીએ સાથે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અદાણી પબ્લિક સ્કૂલમાં નર્સરીથી ધો. 12 સુધી અભ્યાસ કરનારા રિશિકેતે આ પહેલાં એલ. જે. ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનીયારિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી સિવિલ એન્જિ.માં બી. ઈ. પૂર્ણ કર્યું હતું. ગોલ્ડ મેડલ માટે થોડા અંતરે રહી જતાં વધુ ઊંચા લક્ષ્ય સાથે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. રિશિકેતને આ ગોલ્ડ મેડલ રિલાયન્સના ચેરમેન  મુકેશ અંબાણી તથા ઉદ્યોગપતિ સુધિર મહેતા (ટોરોન્ટો પાવર)ના હસ્તે પ્રાપ્ત થયો હતો. આ સાથે તેમણે સમગ્ર કચ્છી ભાટિયા મહાજનનું ગૌરવ વધાર્યું હતું.

Panchang

dd