• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

લોકસભામાં હિન્દુ રક્ષા માટે પ્રસ્તાવની બુલંદ માંગ

ભુજ, તા. 5 : બાંગલાદેશમાં હિન્દુઓ પર થતા અમાનુષી અત્યાચાર એ તો માત્ર ટ્રેલર છે. અખતરા ભારતમાં પણ થાય તેવી આજે હિન્દુ અસ્મિતા મંચની રેલીમાં સંતોએ દહેશત વ્યક્ત કરી હતી.બાંગલાદેશમાં હિન્દુઓ પર થતા અમાનુષી અત્યાચાર, વકીલો કે જે કેસ લડતા હોય તેના પર હિંસક હુમલા, ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરતાં તત્ત્વો સામે માનવ અધિકારોની વાતો કરતા લોકો ચુપ કેમ છે ? તેવો પ્રશ્ન સંતોએ વ્યક્ત કર્યો હતો અને આવી ઘટનાઓ આંતરરાષ્ટ્રીય સમાજ માટે શરમજનક ગણાવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં આર.એસ.એસ.ના કાર્યવાહ (સૌરાષ્ટ્ર પ્રાંત) મહેશભાઇ ઓઝાએ વક્તવ્યમાં કહ્યું હતું કે, આતંકવાદીઓના કેસ માટે ભારતમાં રાત્રિના ન્યાયાલયો ખૂલે છે અને બાંગલાદેશની ઘટના સામે હિન્દુઓને જાગૃત થવાની જરૂર છે. આર્ષ કુટિરના સ્વામી પ્રદીપ્તાનંદજીએ વક્તવ્યમાં બાંગલાદેશ તો ફક્ત ટ્રેલર છે, ટેસ્ટિંગ છે, એના અખતરા માટે ભારતના હિન્દુઓ જાગૃત થાય. ભારતની કૃપાથી જન્મેલા દેશની માનસિકતા ત્યાં હિન્દુ લઘુમતીમાં છે અને ભારતમાં બહુમતી છે છતાં અત્યાચાર થઇ રહ્યા છે. લોકસભામાં ભારત સરકાર દ્વારા બાંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બાબતે સંસદમાં પ્રસ્તાવ પાસ કરે તેવી માંગ કરી હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ મ્યાત્રાએ સમગ્ર હિન્દુ સમાજને જાગૃત થવા પર ભાર મૂક્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિરના સદગુણદાસજી સ્વામીએ નાતજાતના ભેદભાવ ભૂલી સમરસતાથી એક થઈ વિરોધી શક્તિઓ સામે એક થઈ ઊભા રહેવું પડશે તેવું વકતવ્યમાં કહેતાં કહ્યું હતું કે, `સાપ સુંવાળો હોય પણ તે ઓશિકા તરીકે કામ ન આવે.' સરહદ પર હિન્દુઓના પલાયનવાદની પણ તેમણે ચિંતા વ્યક્ત કરી આર.એસ.એસ.માં જોડાવા અપીલ કરી હતી.ઈસ્કોનના સંત રઘુશ્રેષ્ઠદાસજીએ કહ્યું હતું કે, ઈસ્કોન કોઈ પણ ભેદભાવ વગર દરેક ધર્મની સેવા કરે, ભોજન આપે અને એના સંતોને જેલમાં નખાય ત્યારે સનાતન હિન્દુ સમાજ એકત્રિત થાય તે પ્રશંસનીય છે. પંકજમુનિ સ્વામીએ ઉદ્બોધનમાં કહ્યું હતું કે, સનાતન ધર્મમાં દેવ-દેવીઓના હાથમાં શત્ર છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણએ પણ જરૂર પડી ત્યારે શત્ર ઉઠાવ્યાં છે ત્યારે સન્માનિત જીવન જીવવું હોય તો સાહસી બનવું પડશે. ઈઝરાયલ પાંચ દેશોની સામે એકલું લડે છે તેની શીખ લેવી જોઈએ. ગુરુ ગોવિંદસિંહજીનાં પણ ઉદાહરણો આપી હિન્દુ સમાજને જાગૃત કર્યા હતા. પચાણદાદા માતંગએ પણ હિન્દુ સમાજને મામૈવ દેવની વિવિધ આ બાબતોએ આગમવાણીની છણાવટ સાથે કહ્યું હતું કે, શાત્ર સાથે શત્ર પણ ઉપાડવા તત્પર રહેવું પડશે અને બારમતી મંડાણમાં ગૌપૂજાનું મહત્ત્વ સમજાવ્યું હતું. હિન્દુ અસ્મિતા મંચ દ્વારા ઈસ્કોન સંસ્થાના ચિન્મય કૃષ્ણપ્રભુદાસજી અને હિન્દુ પર અત્યાચારના વિરોધમાં યોજાયેલ સભામાં લાલગિરિ બાપુ (રુદ્રાણી જાગીર), કેશવદાસજી (ભુજ), મુકુંદદાસજી (બિબ્બર), સુરેશદાસજી (મોટી વિરાણી), સોનલદાસજી મહારાજ (ના. સરોવર), ધ્રુવકુમાર શાત્રી, રામેશ્વરપુરી બાપુ, પુનિત મહારાજ, નિરંજનદાસજી, પ્રકાશમુનિજી, ખાનુભા ભગત જાડેજા, સાધ્વી ભક્તિમા, દિનેશગિરિજી, કૈલાશપુરી બાપુ, શ્યામભારતી બાપુ, મુરજીદાદા, રવિગિરિ બાપુ, ચિન્મયદાસજી, રામબાપુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓ ભુજ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ અનિલભાઈ ગોર, કચ્છી લેવા પટેલ સમાજના કેશરાભાઈ પિંડોરિયા, ધારાસભ્યો અનિરુદ્ધભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, રમેશભાઈ મહેશ્વરી, ભાજપના ધવલભાઈ આચાર્ય, દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, મહિલા મોરચાના ગોદાવરીબેન ઠક્કર, કિશાન સંઘના કરમણભાઈ ગાગલ, વાલબાઈ રાબડિયા, સામાજિક અગ્રણીઓ રામજીભાઈ સેંઘાણી, રવજીભાઈ ગોરસિયા, હેમસિંહભાઈ ચૌધરી, ઘનશ્યામભાઈ ગોર, આહીર સમાજના સતીશભાઈ છાંગા, ધનજીભાઈ ઢીલા, અરજણભાઈ ગોયલ, લોહાણા સમાજના ડો. મુકેશભાઈ ચંદે, દિનેશભાઈ ઠક્કર, મનોજભાઈ ઠક્કર, જૈન સમાજના જિગરભાઈ છેડા, ભદ્રેશભાઈ દોશી, કિશોરભાઈ મોરબિયા, સોની સમાજના પ્રણવભાઈ સોની, હિતેશભાઈ સોની, દિનેશભાઈ સોની, બ્રહ્મસમાજના મનોજભાઈ જોશી, યુવા પ્રમુખ અનિક જોશી, રાજેશ ગોર, મરાઠી સમાજના રાજુભાઈ સાંગલી, ડો. સુરેશભાઈ રૂડાણી, દિલીપભાઈ દેશમુખ, કિશોરભાઈ ભીલ, રાજેશભાઈ ભીલ, આર.એસ.એસ.ના કચ્છ વિભાના સંઘચાલક હિંમતસિંહ વસણ, ખાનજી જાડેજા, જયંતીભાઈ નાથાણી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ માવજીભાઈ ગુંસાઈ, રાષ્ટ્રીય સેવિકા સમિતિના કાન્તાબેન નાથાણી, જિજ્ઞાબેન વેલાણી, બીનાબેન ભાનુશાળી, ઉષાબા ચૂડાસમા, કુતુલ ઠક્કર, ચિરાગભાઈ કોઠારી, રામજીભાઈ વેલાણી, કિરીટભાઈ સોમપુરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડમાં સભા પૂર્ણ થતાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. આવેદનપત્રમાં બાંગલાદેશમાં ચિન્મયકૃષ્ણપ્રભુદાસજીને તાત્કાલિક મુક્ત કરવા, અત્યારારો બંધ કરવા, ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, માનવ અધિકારોનું રક્ષણ કરવા, ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા, કાયદા વ્યસ્થામાં સુધારો કરવા જેવા પ્રશ્નો રજૂ કરાયા હતા. સંચાલન રવજીભાઈ ખેતાણીએ કર્યું હતું. ભુજના એ.પી.એમ.સી. બજાર, ડાંડા બજાર, શરાફ બજારના વેપારીઓ બપોર સુધી કામકાજ બંધ રાખી રેલીમાં જોડાયા હતા. આર.એસ.એસ. પ્રેરિત સંગઠનો આરોગ્ય ભારતી, સાહિત્ય પરિષદ, શૈક્ષિક મહાસંઘ, ભારત વિકાસ પરિષદ, વિદ્યાભારતી, કિસાન સંઘ, એ.બી.વી.પી., અધિવક્તા પરિષદ, લઘુઉદ્યોગ ભારતી, ભારતીય વિચાર મંચ, સંસ્કૃત ભારતી, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, સીમા જાગરણ મંચ, સ્વદેશી જાગરણ મંચ, એન.એમ.ઓ. સંસ્કાર ભારતી, ભારતીય મજદૂર સંઘ, સહકાર ભારતી, ક્રિડા ભારતી ભારતીય શિક્ષણ મંડલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd