• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્છમાં આરટીઈ હેઠળ બે તબક્કામાં 1200 બાળકને પ્રવેશ

ભુજ, તા. 20 : આર્થિક રીતે નબળા વર્ગ અને વંચિત જૂથનાં બાળકોને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવા માટે 2009ની સાલમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એટલ કે, ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. 2024-'2પના નવા નાણાકીય વર્ષમાં અત્યાર સુધીના બે તબક્કામાં કચ્છમાં 1200 જેટલાં બાળકને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. હજુ પ્રવેશ પ્રક્રિયા માટે વધુ બે તબક્કા હાથ ધરવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ વિગતો આપતાં કહ્યું કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ તળે પહેલી જૂન 2024ના આર્થિક રીતે નબળા વર્ગ અને વંચિત જૂથનાં જે બાળકોએ વર્ષ પૂરાં કર્યાં હોય તેમને શિક્ષણનો અધિકાર અપાયો છે. શ્રી વાઘેલાએ જણાવ્યું કે, આરટીઈ હેઠળ કચ્છમાં પ્રથમ ચરણમાં 1100 અને તે પછી બીજાં ચરણમાં 100 મળી છથી 14 વર્ષની વયજૂથના 1200 બાળકને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. 13 જૂનના નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયાના બે તબક્કા હાથ ધરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ અધિકારીએ માહિતી આપતાં ઉમેર્યું કે, સરકારી ઉપરાંત ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓને આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકોને પ્રવેશ આપવા માટે 2 ટકા બેઠક અનામત રાખવાની હોય છે. કાયદા હેઠળ એક પણ બાળક ફરજિયાત શિક્ષણના લાભથી વંચિત રહે બાબત પર ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે. નોંધનીય છે કે, આરટીઈ હેઠળ પ્રવેશ માટે સંબંધિતો પાસેથી અરજી મગાવાતી હોય છે અને અલગ અલગ તબક્કા પ્રવેશ પ્રક્રિયા માટે નિર્ધારિત કરાતા હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang