• રવિવાર, 16 જૂન, 2024

માધાપરથી ભુજ જતા માર્ગે ખાડા- ટેકરા, ઊભરાતી ગટરથી ત્રાહિમામ

માધાપર, તા. 20 : અહીંથી ભુજ તરફથી જતા મુખ્ય માર્ગ ઉપર   ખાડા-ટેકરાઓની ભરમાર છે. સાથોસાથ ભુજ નગરપાલિકાની ગટર યોજનાનો ભોગ માધાપર બની રહ્યું છે. છેલ્લા બે વર્ષથી ગટરની સુવિધા ઠપ થઈ ગઈ છે, તેમ છતાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. કેમ કે, કોઈ દરકાર નથી, ઉપર ચોમાસું છે, ગટરની સફાઇ થતી નથી, કચરો ફસાઈ જાય છે, જેથી સમસ્યા ઊભી થઈ છે. અહીંથી રોજ અનેક નેતાઓ અને સરકારી અધિકારીઓ, સરપંચ, તલાટી પસાર થાય છે, પણ સ્વચ્છ અને સુંદર વ્યવસ્થાનાં પગલાં પ્રત્યે દરકાર નથી લેવાતી. નવાવાસ અને જૂનાવાસમાં ઘણી જગ્યાએ કચરાના ઢગલા પડયા છે. રોડ ખોદેલા છે, ગાંધી સર્કલથી છેક રાણી લક્ષ્મીબાઈની મૂર્તિ તરફ ભુજ શહેરને જોડતો રસ્તો છે. અહીં પસાર થતા લોકોને ગટરની દુર્ગંધ પણ સહેવી પડે માટે કોઈ ખાસ નીકાલ આવે તેવી માંગ નીતિન પંડયા દ્વારા યાદીમાં  કરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang