• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

આડેસર ખાતે વન વિભાગની કચેરી સામે અગરિયાનાં ધરણા

આડેસર, તા. 23 : કચ્છના નાનાં રણમાં સાંતલપુર તાલુકાની ખાનગી કંપનીઓ દ્વારા મીઠું પકવવા માટે બહારથી શ્રમિકો બોલાવાતા હોવાથી અગરિયાઓમાં આક્રોશની લાગણી પ્રસરી ગઇ છે અને ન્યાયની ઝંખના સાથે આડેસર ખાતે વન વિભાગની કચેરી સામે આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે. કચ્છનું નાનું રણ ચાર જિલ્લાથી ઘેરાયેલું છે. કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ (.કાં.) અને મોરબી. ચાર જિલ્લા પૈકી ત્રણ જિલ્લાને કચ્છના નાના રણમાં મીઠું પકવવાની છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે સાંતલપુર વિસ્તારમાં મનાઈ કરાઇ છે, જેમાં પરંપરાગત અગરિયાઓને પણ મનાઈ કરાઇ હતી, પરંતુ ખાનગી કંપનીઓને પંથકમાં મીઠું પકવવાની છૂટ આપવામાં આવી છે, જેથી 20 જેટલી પ્રાઇવેટ કંપની હાલે સાંતલપુર તાલુકાનાં રણમાં મીઠું પકવી રહી છે. કંપનીઓ મીઠું પકવવાની કામગીરી માટે જિલ્લાના મજૂરો રાખવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિક લોકોની રોજી રોટી છીનવી બહારના માણસોને કામ અપાતા વિસ્તારના મજૂર વર્ગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ધાર્યું પરિણામ મળ્યું નથી, જેથી આંદોલનનો માર્ગ અપનાવાયો હોવાનું,  આડેસર ખાતે આવેલી ફોરેસ્ટ ઓફિસે ધરણામાં બેઠેલા સાંતલપુર તાલુકાના અગરિયાઓએ જણાવ્યું હતું. તા 21/02ના અગરિયાઓ ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસે ધરણા પર બેઠેલા હતા. ધરણામાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે. રોજીરોટી છીનવાઇ જતાં અગરિયા અને તેમના પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પરિણામે શ્રમજીવી વર્ગને ન્યાય મળે તેવી માંગ ઊઠી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang