• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્છી મુમુક્ષુનો સુરત ખાતે દીક્ષા મહોત્સવ ઊજવાયો

રાપર, તા. 23 : મુમુક્ષુ દીપ્તિબેનનો પ્રવજ્યા મહોત્સવ સુરત ખાતે ઊજવાયો હતો. માતુશ્રી દયાબેન વાડીલાલ શાહ પરિવાર તથા માતુશ્રી લવીંગાબેન અનોપચંદ મહેતા પરિવાર દ્વારા આયોજિત દીક્ષા મહોત્સવમાં વર્ષોથી જેમની ઈચ્છા હતી તેવાં દીપ્તિબેન સંસારિક સંબંધોને સ્વેચ્છાએ છોડી સાંસારિક નામ સુદ્ધાં ત્યાગ કર્યો હતો. સમુદાયના આચાર્ય હેમપ્રભ સુરેશ્વરજી તથા આચાર્ય અર્હમપભ્રજી દ્વારા ઓધો તથા `કરેમી ભંતે પાઠ' તથા વિવિધ મંત્રો સાથે દીક્ષા આપવામાં આવી હતી. હવેથી નૂતન નામ `દૃષ્ટાનિધિશ્રીજી મહારાજ' તરીકે તથા સાધ્વીજી રુષભનિધિશ્રીજીના શિષ્યા તરીકે ઓળખાશે. સુરત શહેરમાં ઉપનગરના રોડ ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. ત્રણ ત્રણ મુમુક્ષુએ જાહેર માર્ગો પર તેમજ દીક્ષાર્થી અવસ્થાનું છેલ્લું વરસીદાન કર્યું હતું. સુરત, કચ્છ, વાગડ, મુંબઈ, ચેન્નઈના અનેક લોકોએ હાજર રહી દીક્ષાર્થીને અનુમોદન આપ્યું હતું. પૂર્વે ધારાસભ્ય પંકજ મહેતા, સહકારી અગ્રણી વાડીલાલ સાવલા, સુરતના વી.બી.સી. પ્રમુખ ચંદુલાલ સંઘવી પૂર્વ શેઠ નાનાલાલ મહેતા, પ્રકાશ મહેતા, પારસ શાહ, નિકેત હેમુભાઈ શાહ, નિકેત સંઘવી, આઠકોટિ સંઘ પ્રમુખ વિનોદભાઈ મહેતા, ચાણક્યના સંદીપ દોશી, તપગચ્છ સંઘ પ્રમુખ કીર્તિભાઈ તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા નિકેત શાહ, નિકેત સંઘવી, પારસ શાહ, પાર્શ્વ મહેતા, ભક્તિ સંઘવી, બીંજલ શાહ, ચંદ્રેશ શાહ, જિગર દોશી, ધીરેન દોશી, ચિતન ખંડોલ, નિર્લેપ શાહ, આભા શાહ, ધૈર્ય મહેતા, જય મહેતાએ સહયોગ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang