• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

બાર વર્ષ બાદ કચ્છ આવતા લીંબડી સંપ્રદાયના આચાર્યનું કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે 26મીએ માંગલિક

ભુજ, તા. 23 : કચ્છ માટે અનેરો અવસર આવી રહ્યો છે. આગામી 26-2ના લીંબડી સંપ્રદાયના આચાર્ય ભાવચંદ્ર મુનિ સ્વામી .સા. અહીં 12 વર્ષ બાદ આવી રહ્યા છે. તેઓ કચ્છ આવી તા. 26-2ના સોમવારે સવારે 8 વાગ્યે સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત કલાપૂર્ણસૂરિ કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે પગલાં કરશે અને અબોલ, અશક્ત, ઘાયલ, બીમાર જીવોને માંગલિક સંભળાવી આશિષ પાઠવશે તેવું મંડળ પ્રમુખ કૌશલભાઇ મહેતાએ જણાવી ઉમેર્યું કે, .સા. સાથે સાધુ-સાધ્વીજી આદિ પરિવાર એક દિવસીય અહીં રોકાણ કરી સંસ્થાની જીવદયા પ્રવૃત્તિ નિહાળશે તથા તા. 27-2ના સવારે સંઘ પરિવાર સહિત ભુજ વિહાર કરશે. ઉત્તમ અવસરનો લાભ લેવા તમામ શ્રાવક-શ્રાવિકાઓને કરુણાધામ હોસ્પિટલ દર્શનાર્થે આવવા મંડળની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang