• શનિવાર, 27 જુલાઈ, 2024

પ્રવાસનનાં પુસ્તકનું શાહી વિમોચન

કચ્છમિત્ર દ્વારા પ્રકાશિત કરાયેલાં કચ્છનાં પ્રવાસન અંગેનાં ખાસ અંગ્રેજી પુસ્તકનું શુક્રવારે રણજિત વિલાસ પેલેસ ખાતે મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છ દ્વારા પ્રતીક વિમોચન કરાયું હતું. કચ્છનાં તમામ ક્ષેત્રના પ્રવાસન ખજાનાની નયનરમ્ય તસવીર સાથેના લેખો ધરાવતાં પુસ્તકને મહારાણીએ બિરદાવી અને તેની વિગતો અને છાપકામની પ્રશંસા કરી હતી. તેમણે `વેલકમ ટુ કચ્છ' પુસ્તકને કચ્છના પ્રવાસન વારસા માટે ભારે ઉપયોગી અને ઐતિહાસિક ગણાવ્યું હતું. દરેક પ્રવાસન સ્થળની તસવીરમાં અપાયેલા ક્યુ. આર. કોડના નવતર પ્રયોગથી તેઓ પ્રભાવિત થયાં હતાં. તસવીરમાં પુસ્તકનું વિમોચન કરતાં મહારાણી સાથે રાજ પરિવારના સલાહકાર રવીન્દ્રભાઇ સંઘવી, કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ, મેનેજર મુકેશભાઇ ધોળકિયા, મદદનીશ તંત્રી નિખિલભાઇ પંડયા, જાહેરખબર મેનેજર હુસેનભાઇ વેજલાણી દેખાય છે. ઇન્સેટ તસવીર અંકને રસપૂર્વક વાંચી રહેલાં પ્રીતિદેવી. (તસવીર : મયૂર ચૌહાણ)

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang