• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

મોદી કાલે કચ્છના 27000 કરોડથી વધુનાં વિકાસકામોની ભેટ આપશે

અમદાવાદ/ભુજ, તા. 23 (પ્રતિનિધિ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાતના વિવિધ વિભાગો હેઠળના રૂા. 48000 કરોડથી વધુનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં ગુજરાતના અંદાજિત રૂા. 35700 કરોડના પ્રકલ્પો સામેલ છે. વડાપ્રધાન રૂા. 9000 કરોડની નવી મુંદરાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરશે, રૂા. 1100 કરોડના ખર્ચે ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લિ.ના પ્રથમ તબક્કા હેઠળ ખાવડા પી.એસ. ખાતે ત્રણ ગિગાવોટ રિન્યૂએબલ એનર્જી ઇન્જેકશનના ઇવેકયુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે. કચ્છમાં રૂા. 1500 કરોડના ખર્ચે બનનારા નવા લેન હાઇવેનું ખાતમુહૂર્ત કરશે. કચ્છમાં અંદાજે રૂા. 16200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેકટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. રૂા. 700 કરોડથી વધુના ખર્ચે કચ્છમાં રેલવે વિભાગના ત્રણ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં રિન્યૂએબલ એનર્જી પાર્ક, પુલિંગ સ્ટેશન, પવન ઊર્જા, સૌર ઊર્જા વગેરેની પરિયોજના સામેલ છે. વડાપ્રધાન મોદી દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ એઈમ્સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ (એઇમ્સ)નું નિર્માણ અંદાજિત રૂા. 1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ (એઇમ્સ)ના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સનું ઉદ્ઘાટન થશે. વડાપ્રધાન કલ્યાણી, મંગલાગિરિ, ભાટિંડા અને રાયબરેલી જેવા દેશના વિવિધ ભાગોમાં પણ એઇમ્સનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી ગુજરાત મુલાકાત દરમિયાન રૂા. 1500 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ ખાતે રૂા. 120 કરોડના ખર્ચે પી.ડી.યુ. રાજકોટ કેમ્પસમાં નવનિર્મિત મેટરનલ એન્ડ ચાઇલ્ડ (એમસીએચ) (જનાના) હોસ્પિટલનું લોકાર્પણ થશે. સાથે , કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હસ્તકના પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન  હેઠળ, 100 બેડના  સહિત બે સ્થળોએ ક્રિટિકલ કેર બ્લોક અને બે સ્થળોએ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ નિર્માણકાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 116 કિલોમીટર લાંબી સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઇનના ડબલિંગનું લોકાર્પણ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang