• શનિવાર, 27 જુલાઈ, 2024

અદાણી જૂથ પર હિંડનબર્ગના આરોપો અપ્રાસંગિક : અમેરિકા

નવી દિલ્હી, તા. 5 : અમેરિકાની સરકારે તારણ કાઢ્યું છે કે શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અબજોપતિ ગૌતમ અદાણી સામે કોર્પોરેટ છેતરાપિંડીના આક્ષેપો પ્રાસંગિક નથી. આ નિષ્કર્ષ પછી જ યુએસ એજન્સી ડીએફસીએ શ્રીલંકામાં કન્ટેનર ટર્મિનલ માટે અદાણી ગ્રુપને 55.30 કરોડ ડોલર આપ્યા હતા. આ જાણકારી એક અમેરિકન અધિકારીએ ન્યૂઝ એજન્સીને આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઘરઆંગણે અદાણી સમૂહના શેરોમાં તેજી જોવા મળી હતી. ડીએફસી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ડીએફસી સંતુષ્ટ છે કે હિંડનબર્ગના રિપોર્ટમાં કરાયેલા આક્ષેપો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડને લાગુ પડતા નથી.  અમેરિકાની સરકાર અજાણતામાં નાણાકીય ગેરવર્તણૂક અથવા અન્ય અયોગ્ય વર્તનને સમર્થન ન આપે તેની ખાતરી કરવા માટે અમેરિકી એજન્સી ફર્મનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang