• ગુરુવાર, 25 જુલાઈ, 2024

આનંદીબહેનના જમાઇની તપાસ થશે

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં આઈટી કંપનીમાં રેડના 12 દિવસ બાદ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલના ટ્રસ્ટના કૌભાંડો સામે તપાસના આદેશ કર્યા છે. આ માટે એસઆઈટી -સીટની ટીમની રચના કરાઈ છે. જેમા રિયાટર્ડ આઈએએસ વિનય વ્યાસા અન ચેરિટી કમિશનર વાયએસ શુક્લને તપાસ સોંપાઈ છે. જેમાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમના તાબા હેઠળની આશ્રમ ટ્રસ્ટની જમીનોને બારોબાર વેચી દેવાનું કૌભાંડ પકડાયુ છે. જેની તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે અમદાવાદમાં દિવાળી પહેલા આઈટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આઈટી વિભાગે જે કંપનીમાં દરોડા પાડ્યા છે તેના બોર્ડમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દોહિત્રી સામેલ છે. ત્યારે હવે રાજકારણ જગતમાં ફરી ખળભળાટ મચવાની શક્યતા છે. અમદાવાદના ગાંધી આશ્રમની જમીનોના બારોબાર વેચાણ કૌભાંડની તપાસ માટે સરકારે સીટની રચના કરી છે. સાબરમતી આશ્રમ ટ્રસ્ટની રાણીપ અને વાડજની કરોડોની જમીન પાણીના ભાવે વેચી  દેવાયાના આક્ષેપ ઉઠયા છે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમની સ્થાપના કરાઈ હતી. તેની 104 એકર જમીન પૈકી આશ્રમ ટ્રસ્ટે અત્યાર સુધીમાં 40 હજાર ચોરસ મીટરની જમીન ચેરિટી કમિશનરની મંજૂરી વગર પાણીના ભાવે બિલ્ડરોને વેચી દીધી છે. સત્યાગ્રહ આશ્રમ સંલગ્ન 6 ટ્રસ્ટ પૈકીનું એક હરિજન આશ્રમ ટ્રસ્ટમાં વર્ષો સુધી ઈશ્વરભાઈ પટેલ કર્તાહર્તા રહ્યા હતા. તેમના નિધન બાદ તેમનો પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલ પાસે સમગ્ર વહીવટ છે. ટ્રસ્ટની જમીન બારોબાર મંજૂરી વગર સગેવગે કરી દેવાયાના આક્ષેપ છે.  આ સમગ્ર પ્રક્રિયામાં સરકાર તરફથી કોઈ મંજૂરી લેવામાં ન આવી. બિલ્ડરોએ તેના પર વેપારી સંકુલ અને રહેણાંક સોસાયટી પણ બનાવી દીધી. ત્યારે હવે આ સમગ્ર કૌભાંડ મામલે સીટની ટીમ તપાસ કરશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સતત દરોડા પડી રહ્યા હતા. જેમાં ટોચના રાજકારણી સાથે સંકળાયેલા બિલ્ડરો પણ બાકાત નથી. અમદાવાદમાં ફાર્મા કંપની, બિલ્ડરો, શાકભાજીના હોલસેલના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજના માલિકો રડારમાં આવ્યા હતા. એકાએક તવાઈને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘણા બિલ્ડરો નામ ન ખૂલે એ બીકે ભૂગર્ભમાં જતા રહ્યાં હતા. જોકે, આઈટી વિભાગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિકટના સ્વજનોની માલિકીની ફાર્મા કંપની શુક્રા ફાર્મા પર દરોડા પાડ્યા હતા. જેમાઁથી બેનામી વહેવારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang