• શુક્રવાર, 25 જુલાઈ, 2025

ગુજરાતમાં છ દી' ભારે વરસાદ થશે !

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 26-27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજસ્થાન પર સર્જાયેલા ડિપ્રેશનના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાઇ રહી છે. દરમિયાનમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.76 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં જોઇએ તો ભાવનગરના તળાજામાં 2.95, મહેસાણાના વિસનગરમાં 1.93, વડોદરાના સિનોરમાં 1.42, મહીસાગરના બાલાસિનોરમાં 1.3, ભાવનગરના ઘોઘામાં 1.26, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.22 ઇંચ, બોટાદના બરવાળામાં અને અમરેલીના સાવરકુડલા એમ બન્નેમાં 1.14 ઇંચ વરસાદ પડ્યો હતો.  બાકીના તાલુકાઓમાં 1 ઇંચ કે તેનાથી ઓછો વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 22 થી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  26 જુલાઈના અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Panchang

dd