• બુધવાર, 21 મે, 2025

આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પરિવાર સહિત ભારત આવશે

નવી દિલ્હી, તા. 20 : અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે તે વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ તેમના પત્ની અને બાળકો સહિત સોમવારે ભારતની ચાર દિવસની યાત્રાએ આવશે, જેમનું કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રી દ્વારા સ્વાગત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વેંસ વચ્ચે ટેરિફ, વ્યાપાર, રક્ષા સહિતના મુદ્દે ચર્ચા થશે. એક મીડિયા હેવાલ મુજબ, જેડી વેંસ, તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વેંસ, ત્રણ બાળક ઈવાન, વિવેક અને મિરાબેલ સોમવારે સવારે પાલમ એરબેઝ પર પહોંચશે, ત્યાંથી તેઓ દિલ્હીના પ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરે દર્શન કરશે. વડાપ્રધાને તેમના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું છે, તે પહેલાં બંને નેતા વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા-વિમર્શ થશે, જેમાં વિદેશમંત્રી એસ. જયશંકર, એનએસએ અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન પણ સામેલ થશે. વેંસની સાથે પેન્ટાગોન અને રાજ્યના જુદા-જુદા વિભાગના પાંચ વરિષ્ઠ અધિકારી પણ ભારત આવશે. ઉપરાષ્ટ્રપતિ વેંસ અને તેમનો પરિવાર દિલ્હી ઉપરાંત જયપુર, આગરાની પણ યાત્રા કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd