• રવિવાર, 16 જૂન, 2024

વિદેશોમાંથી આપે મેળવ્યું ભંડોળ : ઈડી

નવી દિલ્હી, તા. 20: દિલ્હીનાં શરાબ નીતિ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. કોર્ટમાં ચાલતા મામલા વચ્ચે હવે ઈડીએ આપનાં વિદેશી ભંડોળ મુદ્દે આજે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. આપે ગેરકાનૂની રીતે વિદેશી ભંડોળ મેળવ્યું હોવાનો આરોપ ઈડી દ્વારા મૂકવામાં આવ્યો છે. ઈડીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે, આપને 2014થી 2022 દરમિયાન વિદેશથી 7.08 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું. ઈડીએ દાન મેળવવામાં આપે કાયદાનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂક્યો છે. ફંડ મેળવવા માટે આપે દાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતા સહિતનાં તથ્યો છૂપાવ્યા હોવાનું પણ ઈડીએ પોતાનાં અહેવાલમાં કહ્યું છે. ઈડીનાં કહેવા અનુસાર આમઆદમી પાર્ટીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી અરબ, યુએઈ, કુવૈત, ઓમાન સહિતનાં અન્ય દેશોમાંથી પણ દાન મળ્યું હતું. ભંડોળ ટ્રાન્સફર કરવા માટે વિભિન્ન દાતાઓ દ્વારા એક પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang