• રવિવાર, 16 જૂન, 2024

ગુજરાતની ઘાત ટળી ; મોતના સોદાગરો સકંજામાં

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એટીએસ દ્વારા ઇસ્લામિક આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના ચાર આતંકવાદીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડયા છે. ઝડપાયેલા આતંકવાદીઓ અંગે કેટલાક ચોંકાવનરા ખુલાસા ગુજરાત એટીએસ દ્વારા કરાયા છે. ચારેય આતંકવાદીઓ આઇએસઆઇએસના સક્રિય સભ્ય છે અને સ્યૂસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર હતા. તેઓ પાકિસ્તાની હેન્ડલરના ટચમાં હતા. પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી અમદાવાદ આવ્યા અને ભારતમાં હુમલો કરવા ચાર લાખ શ્રીલંકન કરન્સી આપવામાં આવી હતી. ચારેને કોર્ટમાં રજૂ કરાતાં 14 દિવસના રિમાંડ મંજૂર કરાયા હતા. અમદાવાદમાં આઈપીએલની બે નિર્ણાયક મેચ રમાવાની છે પૂર્વે ગુજરાત એટીએસે ઝડપાયેલા આતંકવાદીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, ગુજરાત એટીએસને ખાનગી બાતમીદાર પાસેથી એવી માહિતી મળી હતી કે, ચાર શખ્સ મહોમ્મદ નુશરત, મહોમ્મદ ગુફરાન, મહોમ્મદ ફારિશ અને મહોમ્મદ રશ્દી ચાર શખ્સ મૂળ શ્રીલંકાના વતની છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના સક્રિય સભ્યો છે. ચાર શખ્સ સંપૂર્ણપણે આઈએસઆઈએસની વિચારધારા સાથે જોડાયેલા છે.  ભારતમાં કોઇપણ જગ્યાએ આતંકવાદી કૃત્ય કરવા માટે તે લોકો આવવાના છે. માહિતી મુજબ તેઓ 18 અને 19મી મેના અમદાવાદ આવવાના છે. હવાઇ માર્ગે આવશે અથવા તો રેલ માર્ગે આવશે. પ્રકારની માહિતી મળ્યા બાદ આતંકીઓને પકડવાની યોજના બનાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતીમાં લોકો કયા રસ્તે આવવાના છે. કેટલા વાગ્યે આવવાના છે, તેવી ચોક્કસ માહિતી હોવાના કારણે એટીએસની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી. દક્ષિણ ભારત તરફથી આવતા પ્લેન અને રેલવેની વિગત મેળવવામાં આવી હતી. .ટી.એસ. ગુજરાતની ટીમ દ્વારા ફ્લાઈટ્સ તથા ટ્રેનોના બુકિંગ મેનીફેસ્ટો અંગેની માહિતી એકત્રિત કરી તપાસ કરવામાં આવી હતી. જે દરમ્યાન જાણવા મળ્યું હતું કે, ચાર શ્રીલંકાના નાગરિકની ટિકિટ એક પીએનઆર પર બુક કરવામાં આવી છે અને તેઓએ કોલંબોથી અમદાવાદ વાયા ચેન્નઈની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી છે. તેઓના બોર્ડિંગ અંગે ખાતરી કરાવતાં જાણવા મળ્યું હતું કે, ચારેય ઇસમ 19 મે 2024ના સવારે કોલંબોથી ચેન્નઇ એરપોર્ટ આવ્યા છે અને ચેન્નઇ એરપોર્ટથી ઇન્ડિગોની ફલાઇટમાં અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થયા છે તથા 19 મેના રાત્રે 8.10 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાના છે. જે અંતર્ગત એટીએસની ટીમ 19 મેના સાંજથી ડિપ્લોય કરવામાં આવી હતી. માહિતી અનુસાર ઇસમો આવતાં તેમની એરપોર્ટ ખાતેથી અટકાયત કરીને વધુ પૂછપરછ માટે એટીએસ ગુજરાત ખાતે લાવવામાં આવ્યા હતા. ચારેય આતંકવાદી હિન્દી અને અંગ્રેજી બરોબર જાણતા નથી. તેમને તમિલ ભાષા આવડે છે. શખ્સોની ઝીણવટભરી તપાસ કરતાં મોહમ્મદ નુસરથ પાસેથી મળી આવેલા એક મોબાઈલ ફોનમાંથી તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઈસ્લમિક સ્ટેટ (આઈએસ) સાથે જોડાવવા હિજરા કરવા અબુબકર બગદાદી દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા ભાજપ અને આરએસએસના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવ્યા છે. આતંકવાદીઓના મોબાઇલ ફોનમાંથી મળી આવેલા પુરાવા તથા ઉપરોક્ત હથિયારો બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડિકલ મીલીટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (એનટીજે)ના સભ્યો હતા, જેને શ્રીલંકન સરકાર દ્વારા ઈસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2024માં તેઓ ઈંજ હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા. તેની પ્રેરણાથી આતંકવાદી સંગઠન ઈંજમાં સભ્ય બન્યા હતા અને તે માટે તેઓએ શપથ લીધા હતા તેમજ તેઓ અબુના કહેવાથી અમદાવાદ આવ્યા છે અને તેઓ અબુના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઇ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા અને કામ માટે અબુએ તેઓને  4,00,000 શ્રીલંકન કરન્સી આપી હતી તેમજ કબજે કરેલા હથિયારો આતંકવાદી હુમલા માટે મોકલાવેલા હતા. ઉપરાંત પકડાયેલા આતંકવાદીઓએ પાકિસ્તાની હેન્ડલરને સુસાઈડ બોમ્બર તરીકે જેહાદની રાહમાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang